________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨]
સમાધિતંત્ર अथात्मनो ज्ञप्तावुपायं दर्शयन्नाह
एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।
एष योग: समासेन प्रदीपः परमात्मनः ।।१७।। टीका- एवं वक्ष्यमाणन्यायेन। बहिर्वाचं पुत्रभार्याधनधान्यादिलक्षणान्बहिरर्थवाचकशब्दान्। त्यक्त्वा। अशेषतः साकल्येन। पश्चात् अन्तर्वाचं अहं प्रतिपादकः, प्रतिपाद्यः, सुखी, दुःखी, चेतनो वेत्यादिलक्षणमन्तर्जल्पं त्यजेदशेषतः। एष बहिरन्तर्जल्पत्यागलक्षण: योग: स्वरूपे चित्तनिरोधलक्षण: समाधिः। प्रदीप: स्वरूपप्रकाशकः। कस्य ? परमात्मनः। कथं ? समासेन संक्षेपेण झटिति परमात्मस्वरूपप्रकाशक इत्यर्थः।।१७।।
(ન્દ્રિયરે ) ઇન્દ્રિયોદ્ધારા (વિષયેy) વિષયોમાં (પતિત:) પતિત થયો, (તત:) તેથી (તાન ) તે વિષયોને (પ્રપદ્ય) પ્રાપ્ત કરી (તત્ત્વત:) વાસ્તવમાં (માં) મને-પોતાને (મદં તિ ન વે) હું તે જ છું આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ.
ટીકા : મારાથી અર્થાત્ આત્મસ્વરૂપથી શ્રુત થઈ–પાછો હુઠી, હું પતિત થયો અર્થાત્ અતિ આસક્તિથી પ્રવર્યો. કયાં (પ્રવર્યો)? વિષયોમાં. કોના દ્વારા? ઇન્દ્રિયોરૂપ દ્વારોથીઇન્દ્રિય-મુખેથી. પછી તે વિષયોને પ્રાપ્ત કરીને, તે મારા ઉપકારક છે એમ સમજી તેને અતિપણે ગ્રહી-અનુસરી મેં પોતાને આત્માને ઓળખ્યો નહિ- જાણો નહિ. કેવા પ્રકારે 'ન જાણ્યો ? “હું” એવા ઉલ્લેખથી હું જ પોતે (આત્મા) છું, શરીરાદિરૂપ નથી. એમ તત્ત્વતઃ (વાસ્તવમાં ) મેં જાણું નહિ-એવો અર્થ છે. કયારે? પૂર્વે-અનાદિકાલે.
ભાવાર્થ : અંતરાત્મા વિચાર કરે છે કે, “હું અનાદિકાલથી આત્મસ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો તેમાં આત્મબુદ્ધિ કરી મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણું નહિ.”
જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્યસ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી, ત્યાંસુધી તે પોતાના સ્વરૂપથી શ્રુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક-ઉપકારક સમજી તેમાં અતિ આસક્ત રહે છે તેમાં આત્મબુદ્ધિ કરે છે, પણ જ્યારે તેને ચૈતન્ય અને પર જડ પદાર્થોનું ઇન્દ્રિયોના વિષયોનું ભેદવિજ્ઞાન થાય છે અને પોતાના નિરાકુલ ચિદાનંદ-સુધારસનો સ્વાદ આવે છે ત્યારે તેને બાહ્ય ઇન્દ્રિયોના વિષયો વગેરે પદાર્થો ભલા–બૂરા લાગતા નથી, ફક્ત તેઓ તેને શેયરૂપ ભાસે છે. આ કારણથી અંતરાત્મા પહેલાં બહિરાભાવસ્થામાં વિષય-ભોગોને સુખરૂપ માની સેવતો હતો તે હવે ભોગવેલા વિષયોની બાબતમાં વિચાર કરવા લાગે છે કે, “અરે! અજ્ઞાનતાથી ઇન્દ્રિયોના વિષયમાં ફસાઈ મેં મારું ચૈતન્યસ્વરૂપ ઓળખું નહિ! '૧૬.
શ્લોક ૧૭ અન્વયાર્થ: (વં) આગળના શ્લોકમાં કહેવામાં આવતી વિધિ અનુસાર (વર્વિવં) બાહ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com