________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૨૭ टीका- देहे स्वबुद्धित्मबुद्धिरार्बहिरात्मा किं करोति ? आत्मानं युनक्ति सम्बद्धं करोति दीर्घसंसारिणं करोतीत्यर्थः। केन ? एतेन देहेन। निश्चयात् परमार्थेन स्वात्मन्येव जीवस्वरूपे एव आत्मधीरन्तरात्मा। निश्चयाद्वियोजयति असम्बद्धं करोति देहिनं।।१३।। એવી રીતે માનીને તે શું કરે છે? તે કહે છે :
શ્લોક ૧૩ અન્વયાર્થ : (વેદે સ્વવુદ્ધિ:) શરીરમાં આત્મબુદ્ધિ કરનાર બહિરામાં (નિશ્ચયા ) નિશ્ચયથી (માત્માનં) પોતાના આત્માને (તેન) તેની સાથે-શરીરની સાથે (યુન9િ) જોડે છેસંબંધ કરે છે, અર્થાત્ બંનેને એકરૂપ માને છે, પરંતુ (સ્વાત્મનિ જીવ શાત્મવી. ) પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરનાર અંતરાત્મા (હિ) પોતાના આત્માને (તસ્નાત્) તેનાથીશરીરથી (વિયોનયતિ) પૃથક-અલગ કરે છે.
ટીકા : શરીરમાં સ્વબુદ્ધિ-આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા શું કરે છે? તે (પોતાના) આત્માને (શરીર સાથે) જોડે છે-(તેની સાથે) સંબંધ કરે છે; તેને દીર્ઘ સંસારી કરે છે–એવો અર્થ છે. કોની સાથે (જોડે છે)? નિશ્ચયથી એટલે નક્કી તે શરીર સાથે (જોડે છે); પણ આત્મામાં જ એટલે જીવસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો અંતરાત્મા નિશ્ચયથી તેને (આત્માને) તેનાથી (શરીરથી) પૃથક (અલગ) કરે છે-(શરીર સાથે ) અસંબંધ કરે છે.
ભાવાર્થ : અજ્ઞાની બહિરાત્મા પોતાના શરીરમાં સ્વ-બુદ્ધિ-આત્મબુદ્ધિ કરે છે અર્થાત શરીર અને આત્માને એકરૂપ માને છે, જ્યારે જ્ઞાની અંતરાત્મા પોતાના આત્માને શરીરથી ભિન્ન સમજે છે.
...આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃશ થાય, કોઈ વેળા સ્થૂલ થાય, કોઈ વેળા નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઊપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન ક્રિયા થવા છતાં આ જીવ તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે...” ૨
દેહાધ્યાસથી મિથ્યાદષ્ટિ બહિરામાં શરીરને જ આત્મા માનતો હોવાથી તેને નવાં નવાં શરીરોનો સંબંધ થતો રહે છે અને તેથી તે અનંતકાલ સુધી આ ગહન સંસારવનમાં ભટકતો ફરે છે તથા સંસારના તીવ્ર તાપથી સદા બળતો રહે છે.
પાટણ-જૈન ભંડારની પ્રત આધારે “સમાધિશતક' ની ટીકાના અનુવાદમાં શ્રીયુત મણિલાલ નભુભાઈ ત્રિવેદીએ નીચે પ્રમાણે લખ્યું છે :“બહિરાત્માને દેહને વિષે જ આત્મબુદ્ધિ છે, ને તે આત્માને પરમાનંદ ન પામવા દેતાં, દેહમાં જ બાંધી રાખે છે, અર્થાત્ દીર્ઘ સંસારતા૫માં પાડે છે..” મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ-પૃ. ૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૨.