________________
ર૬]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका- तस्माद्विभ्रमावहिरात्मनि संस्कारो वासना दृढोऽविचलो जायते। किन्नामा ? अविद्यासंज्ञितः अविद्या संज्ञाऽस्य संजातेति “तारकादिभ्य इतच्” येन संस्कारेण कृत्वालोकोऽविवेकिजनः। अंगमेव च शरीरमेव। स्वं आत्मानं। पुनरपि जन्मान्तरेऽपि। ભિમન્યતે | ૨૨ાા एवमभिमन्यमानश्चासौ किं करोतीत्याह
देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् ।
स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनं ।।१३।। તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.” ૧૧. એવા પ્રકારના વિભ્રમથી શું થાય છે? તે કહે છે:
શ્લોક ૧૨ અવયાર્થ : (તસ્માત્ ) એ વિભ્રમથી (વિદ્યાસંજ્ઞિત:) અવિધા નામનો (સંગર:) સંસ્કાર (દઢ:) દઢ-મજબૂત (નીયતે) થાય છે, (પેન) જે કારણથી (લોક) અજ્ઞાની જીવ (પુન: 9િ ) જન્માન્તરમાં પણ (ગંમ્ વ ) શરીરને જ (ત્વે મિમન્ય ) આત્મા માને છે.
ટીકા : તે વિભ્રમથી બહિરાભામાં સંસ્કાર એટલે વાસના દઢ-અવિચલ થાય છે. કયા નામનો (સંસ્કાર) ? અવિદ્યા નામનો (સંસ્કાર)-અવિદ્યા સંજ્ઞા જેવી છે તે જે સંસ્કારને લીધે અવિવેકી (અજ્ઞાની) જન અંગને જ એટલે શરીરને જ ફરીથી પણ, અર્થાત્ અન્ય જન્મમાં પણ પોતાનો આત્મા માને છે.
ભાવાર્થ : આ જીવને અજ્ઞાનજનિત અવિધા સંસ્કાર અનાદિકાલથી છે, સ્ત્રી-પુત્રાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવાથી આ સંસ્કાર ઢ થાય છે અને તેને લીધે અન્ય જન્મમાં પણ જીવ શરીરને જ આત્મા માને છે.
અનાદિ અજ્ઞાનતાના કારણે આ જીવને જે પર્યાય (શરીર) પ્રાપ્ત થાય છે તેને તે પોતાનો આત્મા સમજી લે છે અને તેનો આવો અજ્ઞાનાત્મક સંસ્કાર જન્મ-જન્માન્તરોમાં પણ બન્યો રહેવાથી તે દઢ થતો જાય છે. જેમ રસ્સીના ઘસારાથી કૂવાના પત્થરમાં કાપો વધુ ને વધુ ઊંડો પડતો જાય છે, તેમ અવિદ્યાના સંસ્કારો પણ અજ્ઞાની જીવમાં વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.
અવિધાના સંસ્કારોથી પ્રેરાઈ આ જીવ શરીરાદિ પર પદાર્થો વિષે આત્મબુદ્ધિ કરે છે. પોતાને પરનો કર્તા-ભોક્તા માને છે, પર પ્રત્યે અહંકાર-મમકાર બુદ્ધિ ને એકતાબુદ્ધિ કરે છે. આ કારણથી તેને રાગ-દ્વેષ થાય છે અને રાગ-દ્વેષથી તેનું સંસાર-ચક્ર ચાલુ જ રહે છે. ૧૨.
૨.
મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ-પૃ. ૫૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com