________________
[ ૨૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર एवंविधविभ्रामाच्च किं भवतीत्याह -
* अविद्यासंज्ञितस्तस्मात्संस्कारों जायते दृढः ।
येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।।१२।। આત્મવધાદિક કરે છે.
ભાવાર્થ : જે પુરુષોને આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, તેઓ પોતાના શરીરમાં પોતાના આત્માની અને પરના શરીરમાં પરના આત્માની કલ્પના કરી, સ્ત્રી-પુત્રાદિકના વિષયમાં વિભ્રાન્ત રહે છે-અર્થાત્ પોતાના શરીરની સાથે સ્ત્રી-પુત્રાદિકના શરીર-સંબંધને જ પોતાના આત્માનો સંબંધ માને છે.
બહિરાત્મા સ્ત્રી-પુત્ર-મિત્રાદિ અનાત્મીય અર્થાત્ પર હોવા છતાં તેમને આત્મીય માને છે અને પોતાને અનુપકારક હોવા છતાં તેમને ઉપકારક માની તેમની રક્ષાનો પ્રયત્ન કરે છે, તેમના સંયોગાદિમાં સુખી થાય છે અને તેમના વિયોગાદિમાં મહાસંતાપ માને છે અને આત્મવધ પણ કરે છે.
વિશેષ ...........શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ-મરણ હોય છે તેને પોતાનાં જન્મ-મરણ માની “હું ઉપજ્યો, હું મરીશ” એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે, જેમકે જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીરવડ નીપજ્યાં તેને પોતાના દીકરા-દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે, ઈત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકારવડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે..."
.......વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યા; તે સર્વને આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે -એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાનાં જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમેએમ તેની પરાધીન ક્રિયા હોય છે,
मिच्छाणाणे सुरओ मिच्छाभावेण भाविओ संतो। मोहोदयेण पुणरवि अंगं सम्मण्णए मणुओ।।११।।
- મોક્ષામૃત, કુન્દરુન્દાવાલા ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આવૃત્તિ - મૃ. ૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com