________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨]
સમાધિતંત્ર નારકને આત્મા માને છે. કેવા (નારકને) ? નારકીના શરીરમાં રહેનારને. આત્મા સ્વયં નરાદિરૂપ નથી; કર્મોપાધિ વિના તે સ્વય થતો નથી. કેવી રીતે? તત્ત્વતઃ એટલે પરમાર્થે તે (તેવો) નથી, પણ વ્યવહારે તે હોય તો ભલે હોય. જીવની મનુષ્યાદિ પર્યાયો કર્મોપાધિથી થએલી છે. તે (કર્મોપાધિ) નિવૃત્ત થતાં (મટતાં) તે (પર્યાય) નિવૃત્ત થતી હોવાથી વાસ્તવમાં (તે પર્યાયો જીવની) નથી-એમ અર્થ છે.
ત્યારે પરમાર્થે તે (આત્મા) કેવો છે? તે કહે છે. તે અનંતાનંત ઘીશક્તિ-અર્થાત અનંતાનંત જ્ઞાન અને શક્તિ-વાળો છે. તેવો તે કેવી રીતે જાણી શકાય (અનુભવી શકાય ) ? તે કહે છે. તે સ્વસંવેધ છે. નિરુપાધિક રૂપ જ વસ્તુનો સ્વભાવ કહેવાય છે. કર્માદિનો વિનાશ થતાં, અનંતાનંત જ્ઞાન-શક્તિરૂપે પરિણત આત્મા સ્વસંવેદનથી જ વેદી શકાય છે. સંસાર-અવસ્થામાં તે કર્મોપાધિથી નિર્મિત (નિર્માયેલો) હોવાથી તેનાથી વિપરીત પરિણતિનો અનુભવ થાય છે.
તેવો સ્વસંવેદ્ય (આત્મા) ભલે હો, પણ તે કેટલો કાલ? સર્વદા તો નહિ હોય, કારણ કે પાછળથી તેના રૂપનો નાશ થાય છે. (આવી શંકાનો પરિહાર કરતાં) કહે છે કે તેની (આત્માની) અચળ સ્થિતિ છે, કારણ કે અનંતાનંત ધીશક્તિના સ્વભાવના કારણે તે અચલ સ્થિતિવાળો છે. જે યોગ અને સાંખ્યમતવાળાઓએ, મુક્તિના વિષયમાં આત્માની તેનાથી (મુક્તિથી) પ્રશ્રુતિનો (પતનનો) સંભવ માન્યો છે, તેમના સંબંધી (ખંડનરૂપે ) પ્રમેયકમલમાર્તડ અને ન્યાયકુમુદચન્દ્રમાં મોક્ષવિચાર-પ્રસંગ વિસ્તારથી કહેવામાં આવ્યું છે.
- ભાવાર્થ :- નરનારકાદિ જે પર્યાયોને જીવ ધારણ કરે છે તે પર્યાયરૂપ અજ્ઞાની પોતાને માને છે. વાસ્તવમાં જીવ તે પર્યાયોરૂપ નથી, પણ તે સ્વાનુભવગમ્ય, શાશ્વત અને અનંતાનંતજ્ઞાન–વીર્યમય છે. મુક્ત-અવસ્થામાં (મોક્ષમાં) તેની સ્થિતિ અચલ છે; ત્યાંથી (મુક્તિથી) તેનું કદી પણ પતન થતું નથી–અર્થાત્ જીવ મુક્ત થયા પછી કદી ફરીથી સંસારમાં આવતો નથી. યોગ અને સાંખ્યમતવાળાની માન્યતા તેનાથી વિપરીત છે.
વિશેષ બહિરાભા નરનારકાદિ પર્યાયોને જ પોતાની સાચી અવસ્થા માને છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી ભિન્ન કર્મોપાધિરહિત, શુદ્ધ, ચૈતન્યમય, ટંકોત્કીર્ણ એક જ્ઞાતા-દષ્ટા છે, અભેદ્ય છે, અનંતજ્ઞાન તથા અનંતવીર્યથી યુક્ત છે અને અચલ સ્થિતિરૂપ છે-આવું ભેદજ્ઞાન (વિવેકજ્ઞાન ) તેને હોતું નથી, તેથી તે સંસારના પર પદાર્થોમાં તથા મનુષ્યાદિ પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છેતેને આત્મા માને છે.
જીવ જે જે ગતિમાં જાય છે તે તે ગતિને અનુરૂપ જુદો જુદો સ્વાંગ (વેષ) ધારણ કરે છે. આ સ્વાંગ અચેતન છે, જડ છે અને ક્ષણિક છે. તે વેષને ધારણ કરનાર જીવ, તેનાથી ભિન્ન, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ ચેતન દ્રવ્ય છે. અજ્ઞાનીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, તેથી તે બાહ્ય વેષને જ જીવ માની તે પ્રમાણે વર્તાવ કરે છે.
....અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે (આત્મા) છે, તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત નવીન જ જેનો સંયોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com