________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૧૯
बहिरात्मा मूढात्मा। आत्मज्ञानपराङ्मुखो जीवस्वरूपज्ञानाद्वहिर्भूतो भवति । तथाभूतश्च सन्नसौ किं करोति ? स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति आत्मीयशरीरमेवाहमिति प्रतिपद्यते।।७।। જાણ્યા વગર રહે નહિ. જેટલા ગુણો પરમાત્મામાં છે તેટલા જ ગુણો દરેક આત્મામાં છે. પોતાના ત્રિકાલી આત્માની સન્મુખ થઈને તેમનો પૂર્ણપણે વિકાસ કરીને આ આત્મા પણ પરમાત્મા થઈ શકે છે. ૬.
હવે બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા કયા કારણે થાય છે તે બતાવતાં
કહે છે
શ્લોક ૭
:
અન્વયાર્થ : (વહિરાત્મા) બહિરાત્મા (ન્દ્રિયદ્વારે: ) ઇન્દ્રિય હારોથી (રિત) બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત હોવાથી (આત્મજ્ઞાનપરામુન્દ્વ:) આત્મજ્ઞાનથી પરાભુખવંચિત હોય છે; તેથી તે (આત્મન: વેö) પોતાના શરીરને (આત્મત્વન અધ્યવત્તિ) મિથ્યા અભિપ્રાયપૂર્વક આત્મારૂપ સમજે છે.
ટીકા : ઇન્દ્રિયોરૂપ હારોથી અર્થાત્ ઇન્દ્રિયોરૂપ મુખથી બહારના પદાર્થોના ગ્રહણમાં રોકાએલો હોવાથી તે બહિરાત્મા-મૂઢાત્મા છે. તે આત્મજ્ઞાનથી પરાસ્મુખ અર્થાત્ જીવસ્વરૂપના જ્ઞાનથી બહિર્મૂત છે. તેવો થએલો તે (બહિરાત્મા) શું કરે છે? પોતાના દેહને આત્મારૂપે માને છે અર્થાત્ પોતાનું શરીર જે ‘હું છું’ એવી મિથ્યા માન્યતા કરે છે.
ભાવાર્થ : બહિરાત્મા ઇન્દ્રિયોદ્વારા જે બાહ્ય મૂર્તિક પદાર્થો ગ્રહણ કરે છે તેને મોહવશાત્ પોતાના માને છે. તેને અંદરના આત્મતત્ત્વનું કંઈ પણ જ્ઞાન નથી; તેથી તે પોતાના શરીરને જ આત્મા સમજે છે અર્થાત્ શરીર, મન અને વાણીની ક્રિયા જે જડની ક્રિયા છે તેને પોતે કરી શકે છે અને તેનો પોતે સ્વામી છે એમ માને છે.
જીવ ત્રિકાલી જ્ઞાનસ્વરૂપ છે. તેને બહિરાત્મા અજ્ઞાનવશ જાણતો નથી અને બાહ્ય ઇન્દ્રિયગોચર પદાર્થો જે માત્ર શેયરૂપ છે તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી પોતાને સુખી-દુઃખી, ધનવાન–નિર્ધન, બલવાન-નિર્બલ, સુરૂપ-કુરૂપ, રાજા–રંક, વગેરે હોવાનું માને છે.
વિશેષ
મિથ્યા અભિપ્રાયવશ અજ્ઞાની માને છે કે, ‘શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરની ભૂખ, તરસ, આદિરૂપ અવસ્થા થતાં મને ભૂખ-તરસ લાગી, શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો, વગેરે.’ એ રીતે અજીવની અવસ્થાને તે પોતાના આત્માની અવસ્થા માને છે.
“.....આપને આપરૂપ જાણી તેમાં ૫૨નો અંશ પણ ન મેળવવો તથા પોતાનો અંશ પણ ૫૨માં ન મેળવવો-એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાદષ્ટિ નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com