________________
૧૮].
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર इदानीं बहिरात्मनो देहस्यात्मत्वेनाध्यवसाये कारणमुपदर्शयन्नाह
* बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराड्मुखः ।
स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।।७।। टीका- इन्द्रियद्वारैरिन्द्रियमुखैः कृत्वा स्फुरितो बहिरर्थग्रहणे व्यापृतः सन् આત્મા, (૨:) ઈશ્વર-અન્ય જીવોમાં અસંભવ એવી વિભૂતિના ધારક-અર્થાત્ અંતરંગ અનંતચતુષ્ટય અને બાહ્ય સમવસરણાદિ વિભૂતિથી યુક્ત, (નિન:) જિન-જ્ઞાનાવરણાદિ સંપૂર્ણ કર્મશત્રુઓને જીતનાર (તિ પરમાત્મા )-એ પરમાત્માનાં નામ છે.
ટીકા : નિર્મલ એટલે કર્મમલરહિત, કેવલ એટલે શરીરાદિના સંબંધરહિત, શુદ્ધ એટલે દ્રવ્યકર્મ-ભાવકર્મના અભાવના કારણે પરમ વિશુદ્ધિવાળા, વિવિક્ત એટલે શરીર-કર્માદિથી નહિ સ્પર્શાએલા, પ્રભુ એટલે ઇન્દ્રાદિના સ્વામી, અવ્યય એટલે પ્રાપ્ત થયેલ અનંત ચતુષ્ટયમય સ્વરૂપથી ચુત (ભ્રષ્ટ) નહિ થએલા, પરમેષ્ઠી એટલે પરમ અર્થાત્ ઇન્દ્રાદિથી વન્ધ-એવું મોટું પદ–તેમાં જે રહે છે તે સ્થાનશીલ પરમેષ્ઠી, પરાત્મા એટલે સંસારી જીવોથી ઉત્કૃષ્ટ આત્મા-એવા પ્રકારના જે શબ્દો છે તે પરમાત્માના વાચક છે,
“પરમાત્મા' ઇત્યાદિથી તેમને જ દર્શાવાય છે. પરમાત્મા એટલે સર્વ પ્રાણીઓમાં ઉત્તમ આત્મા, ઈશ્વર એટલે ઇન્દ્રાદિને અસંભવિત એવા અંતરંગ-બહિરંગ પરમ ઐશ્વર્યથી સદાય સંપન્ન જિન-સર્વકર્મોનો મૂલમાંથી નાશ કરનાર-(ઇત્યાદિ પરમાત્માનાં અનંત નામ છે ).
ભાવાર્થ : નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિક્ત પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરમાત્મા, ઈશ્વર, જિન વગેરે નામો પરમાત્મા-વાચક છે.
આ નામો પરમાત્માના સ્વરૂપને બતાવે છે. તે સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે ચિંતવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.
આત્મામાં શક્તિરૂપે રહેલા ગુણોનું જીવને ભાન થાય તેટલા માટે ભિન્ન ભિન્ન ગુણવાચક નામોથી પરમાત્માની ઓળખાણ કરાવી છે.
આત્મા ચૈતન્યાદિ અનંત ગુણોનો પિંડ છે. આ ગુણો ભગવાનમાં પૂર્ણપણે વિકસિત થઈ ગયા છે, તેથી તે ગુણોની અપેક્ષાએ તેઓ અનેક નામોથી ઓળખાય છે.
પરમાત્માને ગુણ અપેક્ષાએ જેટલા નામ લાગુ પડે છે તે બધાંય નામો આ આત્માને પણ સ્વભાવ અપેક્ષાએ લાગુ પડે છે, કારણ કે શક્તિ અપેક્ષાએ બંને આત્માઓ સમાન છે; તેમાં કાંઈ ફેર નથી. જે પરમાત્માના ગુણોને બરાબર ઓળખે છે તે પોતાના આત્માના સ્વરૂપને
बहित्थे फुरियमणो इंद्रियदारेण णियसरुवचओ।
णियदेहं अप्पाणं अज्झवसदि मूढदिट्ठिओ।।८।। - मोक्षप्राभृते-कुन्दकुन्दाचार्यः। ૧. જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ( શ્રી પ્રવચનસાર, ગુ. આવૃત્તિ-ગાથા-૮૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
* |