________________
૧૪ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
तत्र बहिरन्तः परमात्मनां प्रत्येकं लक्षणमाह
*
'बहिरात्मा शरीरादौ जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः परमात्माऽतिनिर्मलः ।। ५ ।।
टीका- शरीरादौ शरीरे आदिशब्दाद्वाङ्मनसोरेव ग्रहणं तत्र जाता आत्मेतिभ्रान्तिर्यस्य स बहिरात्मा भवति । आन्तरः अन्तर्भवः। तत्र भव इत्यणष्टेर्भमात्रे टि लोपमित्यस्याऽनित्यत्वं येषां च विरोधः शाश्वतिक इति निर्देशात् अन्तरे वा भव आन्तरोऽन्तरात्मा। स कथं भूतो भवति ? चित्तदोषात्मविभ्रान्तिः चित्तं च विकल्पो, दोषाश्च रागादयः, आत्मा च शुद्धं चेतनाद्रव्यं तेषु विगता विनष्टा भ्रान्तिर्यस्य । चितं चित्तत्वेन बुध्यते दोषाश्च दोषत्वेन आत्मा आत्मत्वेनेत्यर्थः। चित्तदोषेषु वा विगता आत्मेति भ्रान्तिर्यस्य। परमात्मा भवति किं विशिष्ट: ? अतिनिर्मलः प्रक्षीणाशेषकर्ममलः ।।५।।
વિશેષ
*
બહિરાત્મા
બાહ્ય શરીરાદિ, વિભાવ ભાવ તથા અપૂર્ણ દાદિમાં જે આત્મબુદ્ધિ કરે છે અર્થાત્ તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે તે બહિરાત્મા છે. તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી બહારમાં કાયા અને કષાયોમાં મારાપણું માને છે, તેને ભાવકર્મ અને દ્રવ્યકર્મ સાથે એકતાબુદ્ધિ છે; તેનાથી જ પોતાને લાભ-હાનિ માને છે. તે મિથ્યાદષ્ટિ જીવ અનાદિકાલથી સંસારપરિભ્રમણનાં દુઃખોથી પિડાય છે.
અંતરાત્મા
જેને શરીરાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન છે તે અંતરાત્મા છે. તેને સ્વ૫૨નું ભેદજ્ઞાન છે. તેને એવો વિવેક વર્તે છે કે ‘હું જ્ઞાન-દર્શનરૂપ છું; એક શાશ્વત આત્મા જ મારો છે, બાકીના સંયોગલક્ષણરૂપ અર્થાત્ વ્યવહારરૂપ જે ભાવો છે તે બધા મારાથી ભિન્ન છેમારાથી બાહ્ય છે.' આવો સમ્યગ્દષ્ટિ આત્મા મોક્ષમાર્ગમાં સ્થિત છે.
પરમાત્મા
જેણે અનંતજ્ઞાન-દર્શનાદિરૂપ ચૈતન્ય-શક્તિઓને પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે તે પરમાત્મા છે.
ત્યાં બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા-પ્રત્યેકનું લક્ષણ કહે છે
अक्खाणि बाहिरप्पा अंतरप्पा हु अप्पसंकप्पो । कम्मकलंकविमुक्का परमप्पा भण्णए देवो ॥ ५॥
- મોક્ષપ્રાકૃતે, ન્યછુન્દ:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com