SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર [૧૩ सम्पन्नः स पूर्वबहिरात्मा अन्तरात्मा चासीदिति। घृतघटवदन्तरात्मनोऽपि बहिरात्मत्वं परमात्मत्वं च भूतभाविप्रज्ञापन-नयापेक्षया दृष्टव्यम्। तत्र कुतः कस्योपादानं कस्य वात्याग: कर्तव्य इत्याह-उपेयादिति। तत्र तेषु त्रिधात्मसु मध्ये उपेयात् स्वीकुर्यात्। परमं परमात्मानं। कस्मात् ? मध्योपायात् मध्योऽन्तरात्मा स एवोपायस्तस्मात्। तथा बहि: बहिरात्मानं મધ્યોપાયાદેવ ત્યmતા. ૪ હોય છે. તેમાં બહિરાત્માવસ્થા છોડવા યોગ્ય છે; અંતરાત્માવસ્થા, પરમાત્મપદની પ્રાપ્તિનું સાધન છે, માટે તે પ્રગટ કરવા યોગ્ય છે અને પરમાત્માવસ્થા જે આત્માની સ્વાભાવિક પર વીતરાગી અવસ્થા છે તે સાધ્ય છે માટે તે પરમ ઉપાદેય (પ્રગટ કરવા યોગ્ય) છે. પ્રશ્ન : સર્વ પ્રાણીઓમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે એમ શ્લોકમાં કહ્યું છે પણ અભવ્યને તો એક બહિરાભાવસ્થા જ સંભવિત છે, તો સર્વ પ્રાણીઓને આત્માની ત્રણ અવસ્થાઓ કેમ બની શકે ? ઉત્તર : જે જીવ અજ્ઞાની બહિરાત્મા છે તેમાં પણ અંતરાત્મા અને પરમાત્મા થવાની શક્તિ છે. ભવ્ય અને અભવ્ય જીવોમાં પણ કેવલજ્ઞાનાદિરૂપ પરમાત્મશક્તિ છે. જો તે શક્તિ તેમનામાં ન હોય, તો તેને પ્રગટ ન થવામાં નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણાદિ કર્મ પણ ન હોવા જોઈએ, પણ બહિરાત્માને (અભવ્યને પણ) કેવલજ્ઞાનાવરણાદિ કર્મ તો છે; તેથી સ્પષ્ટ છે કે બહિરાત્મામાં (ભવ્ય કે અભવ્યમાં) કેવલજ્ઞાનાદિ શક્તિપણે છે. અભવ્યને તે શક્તિ પ્રગટ કરવા જેટલી યોગ્યતા નથી. અનાદિથી બધા જીવોમાં કેવલજ્ઞાનાદિરૂપ પરમસ્વભાવ શક્તિરૂપે છે. તે સ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન કરી તેમાં લીન થાય તો તે કેવલજ્ઞાનાદિ શક્તિઓ પ્રગટ થઈ જાય અને કેવલજ્ઞાનાવરણાદિ કર્મો સ્વયં છૂટી જાય. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.” બધાય જીવો શક્તિપણે પરિપૂર્ણ સિદ્ધ ભગવાન જેવા છે, પણ જે પોતાની ત્રિકાલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વભાવશક્તિને સમ્યક પ્રકારે સમજે, તેની પ્રતીત કરે અને તેમાં સ્થિરતા કરે, તે પરમાત્મદશા પ્રગટ કરી શકે. વર્તમાનમાં જે ધર્મી અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાન દશામાં બહિરાભપણું હતું ને હવે અલ્પ કાળમાં પરમાત્મપણું પ્રગટ થશે. પરમાત્મપદને પ્રાપ્ત થએલા શ્રી અરિહંત અને સિદ્ધ ભગવાનને પણ પૂર્વે બહિરાભદશા હતી. તેઓ પોતાની સ્વાભાવિક શક્તિની પ્રતીતિ કરી જે સમયે સ્વભાવસમ્મુખ થયા તે સમયે તેમનું બહિરાત્મપણું ટળી ગયું અને અંતરાત્મદશા પ્રગટ થઈ અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી સ્વભાવમાં લીન થઈ પરમાત્મા થયા. એ રીતે, અપેક્ષાએ દરેક જીવમાં ત્રણ પ્રકારો લાગુ પડે એમ સમજવું. Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy