________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૫ શ્લોક ૫ અન્વયાર્થ : (શરીરનાતાત્મભ્રાન્તિ: વરિત્મા) શરીરાદિમાં જેને આત્મ-ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તે “બહિરાત્મા” છે; (ચિત્તોષાત્મવિશ્વાતિ: કન્વર:) ચિત્ત (વિકલ્પો), રાગાદિ દોષો અને આત્મા (શુદ્ધ ચેતનાદ્રવ્ય) ના વિષયમાં જેને ભ્રાન્તિ નથી (અર્થાત જે ચિત્તને ચિત્તરૂપે, દોષોને દોષરૂપે અને આત્માને આત્મારૂપ જાણે છે ) તે “અત્તરાત્મા” છે; (તિનિર્મત: પરમાત્મા ) જે સર્વ કર્મમલથી રહિત અત્યંત નિર્મળ છે તે “પરમાત્મા છે.
ટીકા : શરીર આદિમાં શરીરમાં અને “આદિ' શબ્દથી વાણી અને મનનું જ ગ્રહણ સમજવું, તેમાં જેને “આત્મા” એવી ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા છે. અન્તર્ભવ અથવા અંતરે ભવ તે આન્તર અર્થાત્ અન્તરાત્મા. તે (અન્તરાત્મા) કેવો છે? તે ચિત્ત, દોષ અને આત્મા સંબંધી ભ્રાન્તિ વિનાનો છે-ચિત્ત એટલે વિકલ્પ, દોષ એટલે રાગાદિ અને આત્મા એટલે શુદ્ધ ચેતના દ્રવ્ય-તેમાં જેની ભ્રાન્તિ નાશ પામી છે તે-અર્થાત જે ચિત્તને ચિત્તરૂપે, દોષને દોષરૂપે અને આત્માને આત્મારૂપે જાણે છે તે અન્તરાત્મા છે, અથવા ચિત્ત અને દોષોમાં “આત્મા' માનવારૂપ બ્રાન્તિ જેને જતી રહી છે તે ( અન્તરાત્મા) છે.
પરમાત્મા કેવા હોય છે? અતિ નિર્મળ છે અર્થાત જેનો અશેષ (સમસ્ત) કર્મમલ નાશ પામ્યો છે તે (પરમાત્મા) છે. (૫).
ભાવાર્થ : જે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં આત્માની ભ્રાન્તિ કરે છે તેને જ આત્મા માને છે-તે “બહિરાત્મા” છે; વિકલ્પો, રાગાદિ દોષો અને ચૈતન્યસ્વરૂપ આત્માના વિષયમાં જેને બ્રાન્તિ નથી, અર્થાત્ જે વિકારને વિકારરૂપે અને આત્માને આત્મારૂપે-એકબીજાથી ભિન્ન સમજે છે “અંતરાત્મા” છે; જે રાગાદિ દોષોથી સર્વથા રહિત છે-અત્યંત નિર્મળ છે અને સર્વજ્ઞ છે તે પરમાત્મા' છે.
વિશેષ બહિરાત્મા
જે શરીરાદિ (શરીર, વાણી, મન, વગેરે) અજીવ છે તેમાં જીવની કલ્પના કરે છે તથા જીવમાં અજીવની કલ્પના કરે છે, દુઃખદાયી રાગદ્વેષાદિક વિભાવ ભાવોને સુખદાયી સમજે છે, જ્ઞાન-વૈરાગ્યાદિ જે આત્માને હિતકારી છે તેને અહિતકારી જાણી તેમાં અરુચિ યા દ્વેષ કરે છે, શુભ કર્મલને સારા અને અશુભ કર્મફલને બૂરાં માની તે પ્રત્યે રાગ-દ્વેષ કરે છે, શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ અને તેનો નાશ થતાં પોતાનો નાશ માને છે તે મિથ્યાદષ્ટિ “બહિરાત્મા' છે.
વળી આ શરીરાદિ જડ પદાર્થો પ્રગટપણે આત્માથી જુદા છે, તે કોઈ પદાર્થો આત્માના નથી-આત્માથી પર (ભિન્ન ) જ છે, છતાં તેને પોતાના માનવા, તેમજ શરીરની બોલવા-ચાલવા વગેરેની ક્રિયા હું કરું છું, મને તેનાથી લાભ-અલાભ થાય છે; આ શરીર મારું, હું પુરુષ, હું સ્ત્રી, હું રાજા, હું રંક, હું રાગી, હું પી, હું ધોળો, હું કાળો-એમ બાહ્ય પદાર્થોથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com