________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર “एगो मे सासओ आदा णाणदंसणलक्खणो।।
સેસી ને વદિ ભાવ સળે સંનો નવા इत्याद्यागमेन। तथा लिंगेन हेतुना। तथा हि-शरीरादिरात्मभिन्नोभिन्नलक्षणलक्षितत्त्वात्। ययोभिन्नलक्षणलक्षितत्त्वं तयोर्भेदो यथाजलानलयोः। भिन्नलक्षणलक्षितत्त्वं चात्मशरीरयोरिति। न चानयोभिन्नलक्षणलक्षितत्वमप्रसिद्धम्। आत्मनः उपयोगस्वरूपोपलक्षितत्त्वात्शरीरादेस्तद्विपरीतत्त्वात्। समाहितान्तःकरणेन समाहितमेकाग्रीभूतं तच्च तदन्तःकरणं च मनस्तेन। सम्यक-समीक्ष्य सम्यग्ज्ञात्वा
શ્લોક ૩ અન્વયાર્થ : (થ) હવે પરમાત્માને નમસ્કાર કર્યા બાદ (ગદં) હું-પૂજ્યપાદ આચાર્ય (વિવિ માત્માનં) પરથી ભિન્ન એવા આત્માના શુદ્ધસ્વરૂપને (શ્રુતેન) શ્રતધારા (નિમેન) અનુમાન અને હેતુદ્વારા, (સમાણિતાન્ત:રણેન) એકાગ્ર મનદ્વારા (સભ્યસમીક્ષ્ય) સમ્યક્ પ્રકારે જાણીને-અનુભવીને (વેવન્યસુરઉપૃETri) કેવલ્યપદ-વિષયક અથવા નિર્મલ અતીન્દ્રિયસુખની ભાવનાવાળાઓને (યથાશ%િ) શક્તિ અનુસાર (મિધાર્ચ) કહીશ.
ટીકા : હવે ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યા પછી હું કહીશ. શું કહીશ) ? વિવિક્ત આત્માને અર્થાત્ કર્મમલરહિત જીવસ્વરૂપને (કહીશ). કેવી રીતે કહીશ? યથાશક્તિ-આત્મશક્તિનું ઉલ્લંઘન કર્યા વગર-કહીશ. શું કરીને (કહીશ ) ? સમીક્ષા કરીને અર્થાત્ તેવા આત્માને ( વિવિક્ત આત્માને) સમ્યક પ્રકારે જાણીને (કહીશ). શા વડ (કયા સાધન વડ)? શ્રતધારા
જ્ઞાનદર્શનલક્ષણવાળો શાથત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.” ઇત્યાદિ આગમારા તથા લિંગ અર્થાત્ હેતુ દ્વારા (કહીશ). તે આ પ્રમાણે :
શરીરાદિ આત્માથી ભિન્ન છે, કારણ કે તેઓ ભિન્ન લક્ષણોથી લક્ષિત છે. જેઓ ભિન્ન લક્ષણોથી લક્ષિત છે, તેઓ બંને (એક બીજાથી) ભિન્ન છે; જેમ જલ અને અગ્નિ (એક બીજાથી) ભિન્ન છે તેમ. આત્મા અને શરીર (બંને) ભિન્ન લક્ષણોથી લક્ષિત છે અને તે બંનેનું ભિન્ન લક્ષણોથી લક્ષિતપણું અપ્રસિદ્ધ નથી (અર્થાત્ પ્રસિદ્ધ છે). કારણ કે આત્મા ઉપયોગસ્વરૂપથી ઉપલક્ષિત છે અને શરીરાદિક તેનાથી વિપરીત લક્ષણવાળા છે.
સમાહિત અન્ત:કરણથી-સમાહિત એટલે એકાગ્ર થએલા અને અંતઃકરણ એટલે મનએકાગ્ર થએલા મન વડે, સમ્યફપ્રકારે સમીક્ષા કરીને-( વિવિક્ત આત્માને) જાણીને-અનુભવીને (કહીશ) એવો અર્થ છે. હું કોને તેવા પ્રકારના આત્માને કહીશ? કૈવલ્ય સુખની
પૃાવાળાઓને-કેવલ્ય અર્થાત સકલ કર્મોથી રહિત થતાં જે સુખ ( ઊપજે છે તેની સ્પૃહીં (અભિલાષા) કરનારાઓને-(કહીશ). કેવલ્ય અર્થાત્ વિષયોથી ઉત્પન્ન નહિ થએલા એવા સુખની-અથવા કૈવલ્ય અને સુખની-સ્પૃહાવાળાઓને (કહીશ). (૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com