________________
૮]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર ननु निष्कलेतररूपमात्मानं नत्वा भवान् किं करिष्यतीत्याहश्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितान्तः करणेन सम्यक् । समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ।।३।।
टीका- अथ इष्टदेवतानमस्कारकरणानन्तरं। अभिधास्ये कथयिष्ये। कं? विविक्तमात्मानं कर्ममलरहितं जीवस्वरूपं। कथमभिधास्ये? यथात्मशक्ति आत्मशक्तेरनतिक्रमेण। किं कृत्वा ? समीक्ष्य तथाभूतमात्मानं सम्यग्ज्ञात्वा। केन ? श्रुतेन
વળી તેઓ શિવ છે, ધાતા છે, સુગત છે, વિષ્ણુ છે, જિન છે અને સકલાત્મા છે. આ બધાં તેમનાં ગુણવાચક નામો છે.
ભગવાનની વાણી કેવી છે? તે દિવ્ય વાણી છે. તે ભગવાનના સર્વાગેથી ઇચ્છા વિના છૂટે છે, સર્વ પ્રાણીઓને હિતરૂપ છે અને નિરક્ષરી છે.
વળી ભગવાનના દિવ્યધ્વનિને દેવ, મનુષ્ય, તિર્યંચાદિ સર્વ જીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યોગ્યતાનુસાર સમજે છે. તે નિરક્ષર ધ્વનિને “કાર ધ્વનિ' કહે છે. શ્રોતાઓના કર્ણપ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે અને જ્યારે તે શ્રોતાઓના કર્મો વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે.'
જેમ સૂર્યને એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું પરંતુ સ્વાભાવિક જ તેનાં કિરણો ફેલાય છે, જેથી માર્ગનું પ્રકાશન થાય છે, તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવલી ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રકાશિત કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતિકર્મના ઉદયથી તેમનાં શરીરરૂપ પુગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે, જેનાથી મોક્ષમાર્ગનું સહજ પ્રકાશન થાય
છે.
૫
ભગવાનની દિવ્ય ધ્વનિ દ્રવ્યશ્રુત વચનરૂપ છે. તે સરસ્વતીની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે પરોક્ષ બતાવે છે. કેવળજ્ઞાન અનંત ધર્મસહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. આ રીતે સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ અને વચનરૂપ અનેકાન્તમયી સરસ્વતીની મૂર્તિ છે. સરસ્વતીનાં વાણી, ભારતી, શારદા, વાઝેવી, ઇત્યાદિ ઘણાં નામ છે.
નિષ્કલથી અન્યરૂપ આત્માને (નિષ્કલ નહિ એવા સકલ આત્માને) નમસ્કાર કરીને આપ શું કરશો? તે કહે છે
|
૪. ૫.
જુઓ : ગોમટસાર-જીવકાંડ ગાથા ૨૨૭ની ટીકા. જુઓ : મોક્ષમાર્ગપ્રકાશક - ગુ. આવૃત્તિ પૃ. ૨૦-૨૧. જુઓ : શ્રી સમયસાર- ગુ. આવૃત્તિ ૫.૪.
%
Please inform us of any errors on rajesh@AtmaDharma.com