________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦]
સમાધિતંત્ર अनुभूयेत्यर्थः। केषां तथा भूतमात्मानमभिधास्ये? कैवल्यसुखस्पृहाणां कैवल्ये सकलकर्मरहितत्त्वे सति सुखं तत्र स्पृहा अभिलाषो येषां, कैवल्ये विषयाप्रभवे वा सुखे; कैवल्यसुखयो स्पृहा येषाम् ।।३।।
ભાવાર્થ : શ્રી પૂજ્યપાદ સ્વામી પ્રતિજ્ઞારૂપે કહે છે કે, “હું શ્રુત વડે, યુક્તિઅનુમાન વડે અને ચિત્તની એકાગ્રતા વડે શુદ્ધાત્માને યથાર્થ જાણીને તથા તેનો અનુભવ કરીને, નિર્મળ અતીન્દ્રિય સુખની ભાવનાવાળા ભવ્ય જીવોને મારી શક્તિ અનુસાર શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ.
વિશેષ
આગમમાં આત્માનું સ્વરૂપ કહ્યું છે કે :
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમેલો આત્મા જાણે છે કે “નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પર દ્રવ્ય-પરમાણુમાત્ર પણ મારું નથી. એ નિશ્ચય છે.
યુક્તિ (અનુમાન) શરીર અને આત્મા એકબીજાથી ભિન્ન છે કારણ કે તે બંનેના લક્ષણ ભિન્ન ભિન્ન છે. આત્મા જ્ઞાન-દર્શન લક્ષણવાળો છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ લક્ષણવાળાં છે અર્થાત્ અચેતન જડ છે. જેમનાં લક્ષણ ભિન્ન ભિન્ન હોય છે તે બધાં એકબીજાથી ભિન્ન હોય છે; જેમકે જલનું લક્ષણ શીતલપણું અને અગ્નિનું લક્ષણ ઉષ્ણપણું છે. એમ બંનેના લક્ષણ ભિન્ન છે, તેથી જલથી અગ્નિ ભિન્ન છે.
જેમ સોના અને ચાંદીનો એક પિંડ હોવા છતાં તેમાં સોનું તેનાં પીળાશાદિ લક્ષણવડે અને ચાંદી તેના શુક્લાદિ લક્ષણવડ–બંને જુદાં છે–એમ જાણી શકાય છે, તેમ જીવ અને કર્મ-નોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં તેમનાં લક્ષણોવડે તેઓ એકબીજાથી ભિન્ન જાણી શકાય છે.?
વળી અંતરંગ રાગ-દ્વેષાદિ પરિણામો પણ વાસ્તવમાં આત્માના જ્ઞાન લક્ષણથી ભિન્ન છે, કારણ કે રાગ-દ્વેષાદિ-ભાવો ક્ષણિક અને આકુળતા લક્ષણવાળા છે; તે સ્વ-પરને જાણતા નથી; જ્યારે જ્ઞાનસ્વભાવ તો નિત્ય ને શાન્ત-અનાકુળ છે, સ્વ-પરને જાણવાનો તેનો સ્વભાવ છે. આ રીતે ભિન્ન લક્ષણદ્વારા જ્ઞાનમય આત્મા રાગાદિકથી ભિન્ન છે-એમ નક્કી થાય છે.'
શ્રી સમયસાર-ગુ. આવૃત્તિ - ગાથા ૩૮ ૨. ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા) ૩. જુઓઃ સમયસાર ગાથા- ૨૭-૨૮.
જીવ બંધ બંને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞા-છીણીથકી છેદતાં, બંને જુદા પડી જાય છે. (શ્રી સમયસાર-ગુ. આવૃત્તિ ગા. ૨૯૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
| ન