________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[૧૫૫ कथमसौ तं त्यजतीत्याह-अथवा स्वकृतग्रन्थार्थमुपसंहत्य फलमुपदर्शयन्मुक्त्वेत्याह
मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननी जननाद्विमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठ
स्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् ।।१०५।। टीका- उपैति प्राप्नोति। किं तत ? सुखं । कथम्भूतं ? ज्योतिर्मयं ज्ञानात्मकं। किंविशिष्ट: सन्नसौ तदुपैति ? जननाद्विमुक्तः संसाराद्विशेषेण मुक्तः। ततो मुक्तोऽप्यसौ कथम्भूतः सम्भवति? परमात्मात्मनिष्ठ: परमात्मस्वरूपसंवेदकः। किं कृत्वाऽसौ तन्निष्ठ: स्यात्। मुक्त्वा। कां ? परबुद्धिं अहंधियं च स्वात्मबुद्धिं च। क्व ? परत्र शरीरादौ। कथम्भूतां तां ?
નૈમિત્તિક સંબંધને બદલે કર્તા-કર્મ સંબંધ સમજી પોતાને સુખી-દુઃખી કહ્યું છે.
જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે. તે શરીરની ક્રિયાઓને આત્માની ક્રિયા માનતો નથી. તેને શરીરમાં આત્મબુદ્ધિ-એકતાબુદ્ધિ નથી, તેથી શરીરની ક્રિયામાં તેને કર્તા-બુદ્ધિ નથી. શરીરાદિમાં કર્તા-બુદ્ધિ નહિ હોવાથી તેને હર્ષ-શોક કે રાગ-દ્વેષ પણ નથી. તેના અભાવમાં જ્ઞાનીને કર્મનો નવો બંધ થતો નથી. ભેદવિજ્ઞાનના બળે જેમ જેમ વીતરાગતા વધતી જાય છે, તેમ તેમ જાનાં કર્મ પણ ઉદયમાં આવી નિર્જરી જાય છે. અંતે કર્મોનો સંપૂર્ણપણે અભાવ થતાં પરમ વીતરાગપદની પ્રાપ્તિ થાય છે. ૧૦૪.
તે તેને કેવી રીતે ત્યજે છે તે કહે છે-અથવા પોતાના રચેલા ગ્રન્થના અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવતાં. “મુત્વા” એમ કહીને, કહે છે :
શ્લોક ૧૦૫ અન્વયાર્થ : (તન્મા) તે પરમપદની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર (તત્ સમથિતંત્ર) આ “સમાધિતંત્ર શાસ્ત્રનું (ધાન્ય) અધ્યયન કરીને અનુભવ કરીને (સંસદુ:વનનન) સંસારનાં દુઃખોને ઉત્પન્ન કરવાવાળી, (પુત્ર) શરીરાદિ પદાર્થોમાં (કદંધિયું રિદ્ધિ ૨) અહંબુદ્ધિને તથા પરબુદ્ધિને (પર તે હું છું એવી બુદ્ધિને) (મુન્ધા ) છોડીને (પરાત્મનિઈ: ) પરમાત્માની ભાવનામાં સ્થિર ચિત્તવાળો અન્તરાત્મા (નનનાર્ વિમુત્ત:) સંસારથી મુક્ત થઈને (ળ્યોતિર્મય સુવું) જ્ઞાનમય સુખને (૩ઑતિ) પ્રાપ્ત કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com