________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૧૫૪] तेषा शरीरयंत्राणामात्मन्यारोपाऽनारोपौ कृत्वा जडविवेकिनौ किं कुर्वत इत्याह
तान्यात्मनि समारोप्य साक्षाण्यास्तेऽसुखं जड: ।
त्यक्त्वाऽरोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम् ।।१०४।। टीका- तानि शरीरयंत्राणि साक्षाणि इन्द्रियसहितानि आत्मनि समारोप्य गौरोऽहं सुलोचनोऽहं स्थूलोऽहमित्याद्यभेदरूपतया आत्मन्यध्यारोप्य जडो बहिरात्मा असुखं सुखं वा यथा भवत्येवमास्ते। विद्वानन्तरात्मा पुनः प्राप्नोति किं ? तत्परमं पदं मोक्षं। किं कृत्वा ? त्यक्त्वा। कं ? आरोपं शरीरादिनामात्मन्यध्यवसायम्।।१०४।।
શ્લોક ૧૦૪ અન્વયાર્થ : (ન:) અજ્ઞાની બહિરાભા (સાક્ષાળિ) ઇન્દ્રિયો સહિત (તાનિ) તે શરીરયંત્રોને (માત્માન સમારોથ) આત્મામાં આરોપી (કસુરવું શાસ્તે) દુઃખી થાય છે. (પુન:) કિન્તુ (વિદ્વાન) જ્ઞાની અંતરાત્મા (મોરોપં ત્યવસ્વા) શરીરાદિકમાં આત્માનો આરોપ (આત્માની કલ્પના) છોડી (પરમં પર્વ) પરમ પદને-મોક્ષને (પ્રાપ્નોતિ) પ્રાપ્ત કરે છે.
ટીકા : તે અક્ષ સહિત એટલે ઇન્દ્રિયો સહિત શરીરયંત્રોને આત્મામાં આરોપીને (શરીરાદિને આત્મા કલ્પી)–અર્થાત્ હું ગોરો, હું સુંદર આંખવાળો, હું જાડો ઇત્યાદિ અભેદરૂપપણે (એકતાબુદ્ધિએ) આત્મામાં આરોપીને, જડ-બહિરાત્મા જેમ અસુખ-સુખ થાય તેમ વર્તે છે, પરંતુ વિદ્વાન-અન્તરાત્મા પ્રાપ્ત કરે છે. શું? તે પરમપદને-મોક્ષને. શું કરીને? ત્યજીને, શું ( ત્યજીને)? શરીરાદિનો આત્મા વિષે જે આરોપ છે-અધ્યવસાય છે તેને (ત્યજીને).
| ભાવાર્થ : હું ગોરો, હું સુંદર, હું જાડો, ઇત્યાદિરૂપ, શરીરાદિમાં આત્માની અભેદ કલ્પના કરી (આત્મબુદ્ધિ કરી) અજ્ઞાની બહિરાત્મા સુખ-દુઃખ માને છે, પરંતુ જ્ઞાની અંતરાત્મા આત્મામાં શરીરાદિનો મિથ્યા અભેદ-અધ્યવસાયનો ત્યાગ કરી પરમપદને-મોક્ષને પ્રાપ્ત કરે છે.
વિશેષ અનાદિથી શરીર અને આત્માને સંયોગસંબંધ છે. આ સંબંધને લીધે શરીરના અંગોપાંગની ક્રિયા જોઈ અજ્ઞાનીને ભ્રમ થાય છે કે એ બધી ક્રિયાઓ આત્માની છે, પણ વાસ્તવમાં આત્મા અને શરીર લક્ષણે એકબીજાથી તદ્દન ભિન્ન છે. એક ચેતન અને અરૂપી છે અને બીજાં અચેતન-જડ અને રૂપી છે. બંને વચ્ચે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ અજ્ઞાની ભ્રમથી નિમિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com