________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૫૩ દ્રવ્ય-સ્વરૂપ કર્મનો કર્તા તો તે નિમિત્તપણે પણ કદી નથી. અજ્ઞાન અવસ્થામાં જ આત્માને યોગઉપયોગનો કર્તા કહી શકાય, પણ શરીરાદિ પર દ્રવ્યોનો કર્તા તો તે નિમિત્તપણે પણ કદી નથી.
આ ઉપરથી એમ સમજવું કે જો જીવ, પુદ્ગલ-કર્મનો ખરેખર કર્તા નથી, તો શરીરની કોઈ ક્રિયાનો કર્તા તે કેમ હોઈ શકે? જરા પણ નહિ; પરંતુ અજ્ઞાન દશામાં જીવનો યોગ અને ઉપયોગ, શરીરની ક્રિયામાં નિમિત્ત થાય છે.
દ્રવ્યદૃષ્ટિથી તો “કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનો કર્તા નથી, પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત-કર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનો (શુદ્ધ-અશુદ્ધ પરિણામનો) કર્તા છે, તે અન્ય દ્રવ્યના પરિણામનો કર્તા નથી. '
અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, “સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઊપજે છે.”
...સર્વ દ્રવ્યો, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે, કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી સર્વ દ્રવ્યોને, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ........
....વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે, એમ (અજ્ઞાનીને) ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી.....૪
માટે જીવની ક્રિયાથી શરીરની ચાલવાની તથા ઊભા રહેવાની વગેરે ક્રિયા થતી માનવી તે ભ્રમ છે. ૧૦.
તે શરીરયંત્રોનો આભામાં આરોપ અને અનારોપ કરીને જડ (અજ્ઞાની) અને વિવેકી પુરુષો શું કરે છે? તે કહે છે :
૧.
જુઓ-શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગા. ૧૦૦ અને તેનો ભાવાર્થ. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજ ખરે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગા. ૩૭૨) શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગા. ૩૭૨ ટીકા. મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ પૃ. ૨૨૯.
૩. ૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com