________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨]
સમાધિતંત્ર टीका- आत्मनः सम्बंधिनः प्रयत्नाद्वायुः शरीरे समुच्चलति कथम्भूतात् प्रयत्नात् ? इच्छाद्वेषप्रवर्तितात् रागद्वेषाभ्यां जनितात्। तत्र समुच्चलिताच्च वायोः शरीरयंत्राणि शरीराण्येव यंत्राणि शरीरयंत्राणि। किं पुनः शरीराणां यंत्रैः साधर्म्ययतस्तानि यन्त्राणीत्युच्यन्ते? इति चेत् उच्यते-यथा यंत्राणि काष्ठादिविनिर्मितसिंहव्याघ्रादीनि स्वसाध्यविविधक्रियायां परप्रेरितानि प्रवर्तन्ते तथा शरीराण्यपीत्युभयोस्तुल्यतां। तानि शरीरयंत्राणि वायोः सकाशाद्वर्तन्ते। केषु ? कर्मसु क्रियासु। कथम्भूतेषु ? स्वेषु स्वसाध्येषु ।। १०३।।
વાયુના સંચારથી (શરીર યંત્રાળ) શરીર યંત્રો (સ્વેષ ર્મ) પોત પોતાનાં કાર્યોમાં (વર્તન્ત ) પ્રવર્તે છે.
ટીકા : આત્માના પ્રયત્નથી વાયુનો શરીરમાં સંચાર થાય છે. કેવા પ્રયત્નથી ? ઈચ્છાઢષથી પ્રવર્તેલા-રાગ-દ્વેષથી ઉત્પન્ન થએલા (પ્રયત્નથી), તેમાં (શરીરમાં) સંચારિત વાયુથી શરીર યંત્રો-શરીરો એ જ યંત્રો તે શરીરયંત્રો-(સ્વકાર્યમાં પ્રવર્તે છે).
શું શરીરોને યંત્રો સાથે સમાન ધર્મ છે કે જેથી તેઓ (શરીરો) યંત્રો કહેવાય છે? એમ પૂછો તો કહેવાનું કે જેમ લાકડા વગેરેનાં બનેલાં સિંહ-વ્યાધ્રાદિયંત્રો પરપ્રેરિત થઈને પોતપોતાને સાધવા યોગ્ય વિવિધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, તેમ શરીરો પણ (પ્રવર્તે છે). એમ બંનેમાં (શરીર અને યંત્રોમાં) સમાનતા છે. તે શરીરયંત્રો વાયુદ્વારા પ્રવર્તે છે. શામાં? કાર્યોમાં-ક્રિયાઓમાં. કેવા (કાર્યોમાં) ? પોતપોતાને સાધવા યોગ્ય (કાર્યોમાં).
ભાવાર્થ : જીવને જ્યારે શરીરની ક્રિયા કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેના (ઈચ્છાના) નિમિત્તે વાયુ પોતાની યોગ્યતાથી શરીરમાં ઉત્પન્ન થાય છે. તે વાયુના સંચાર નિમિત્તે શરીરયંત્રો અર્થાત્ શરીરની ક્રિયાઓ પોતપોતાની યોગ્યતાથી પોતાનું કામ કરે છે.
આમ જીવની ઈચ્છા અને શરીરની ક્રિયાને સીધો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી, પરંતુ જીવની ઈચ્છા અને વાયુને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે અને વાયુ તથા શરીરની ક્રિયાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.
વિશેષ સ્થૂલદષ્ટિએ (વ્યવહાર નયે) જીવની ઈચ્છાથી શરીર ચાલે છે એમ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે જીવની ઈચ્છાથી કે વાયુથી શરીરની ક્રિયાઓ ખરેખર થતી નથી, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી તેમ કહેવામાં આવે છે.'
યોગ (અર્થાત મન-વચન-કાયના નિમિત્તે આત્મ-પ્રદેશોનું ચલન) અને ઉપયોગ (અશુદ્ધ ઉપયોગ-જ્ઞાનનું કપાયો સાથે જોડાવું )-એ બંનેનો કર્તા, આત્મા કદાચિત્ ભલે હો, તથાપિ પર ૧. જાઓ-મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ પૃ. ૨૫૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com