________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬]
સમાધિતંત્ર संसारदुःखजननी चातुर्गतिकदु:खोत्पत्तिहेतुभूतां। यतस्तथाभूतां तां त्यजेत्। किं कृत्वा ? अधिगम्य। किं तत् ? समाधितंत्रं समाधेः परमात्मस्वरूपसंवेदनैकाग्रतायाः परमोदासीनताया वा तन्त्रं प्रतिपादकं शास्त्रं। कथम्भूतं तत् ? तन्मार्ग तस्य ज्योतिर्मयसुखस्य मार्गमुपायमिति।।१०५।।
ટીકા : પામે છે એટલે પ્રાપ્ત કરે છે. શું તે? સુખ. કેવું (સુખ)? જ્યોતિર્મય એટલે જ્ઞાનાત્મક (સુખ). કેવા પ્રકારનો થઈ તે તે (સુખ ) પ્રાપ્ત કરે છે? જન્મથી મુક્ત એટલે ખાસ કરીને સંસારથી મુક્ત થઈને (સુખ પ્રાપ્ત કરે છે). તેનાથી ( સંસારથી) મુક્ત થયેલો છતાં તે કેવો સંભવે છે? (તે) પરમાત્મનિષ્ઠ-પરમાત્મસ્વરૂપનો સંવેદક (થાય છે). શું કરીને તે તનિષ્ઠ (એટલે પરમાત્મનિષ્ઠ) બને? છોડીને. શું (છોડીને) ? પરબુદ્ધિ અને અહંબુદ્ધિ એટલે સ્વાત્મબુદ્ધિ (છોડીને). શામાં (છોડીને)? પરમાં-શરીરાદિમાં. કેવી તે (બુદ્ધિને)? સંસારનાં દુ:ખોને ઉત્પન્ન કરનારી-ચતુર્ગતિનાં દુ:ખોની ઉત્પત્તિના કારણભૂત (બુદ્ધિને). તેથી તેવા પ્રકારની તે (બુદ્ધિ) નો ત્યાગ કરવો. શું કરીને? જાણીને. શું (જાણીને ) ? સમાધિતંત્રનેસમાધિના એટલે પરમાત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતાના અથવા પરમ ઉદાસીનતાના તંત્રને એટલે પ્રતિપાદક શાસ્ત્રને. તે કેવું છે? તેના માર્ગરૂપ છે, તેના એટલે જ્યોતિર્મય સુખના માર્ગરૂપ એટલે ઉપાયરૂપ (શાસ્ત્ર) છે.
ભાવાર્થ : શ્રી પૂજ્યપાદાચાર્ય-વિરચિત આ “સમાધિતંત્ર શાસ્ત્ર, પરમાત્મસ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા જે સમાધિ છે-અર્થાત્ પરમપદની પ્રાપ્તિનો ઉપાય છે-તેનું પ્રતિપાદન કરે છે.
આ “સમાધિતંત્ર' નો સારી રીતે અભ્યાસ કરીને, શરીરાદિ પર પદાર્થોમાં જે અંતરાત્મા અબુદ્ધિ અને પરબુદ્ધિનો ત્યાગ કરે છે અને પરમાત્માની ભાવનામાં ચિત્ત સ્થિર કરે છે તે સંસારના દુઃખોથી મુક્ત થઈ કેવળજ્ઞાનમય પરમ સુખને પ્રાપ્ત કરે છે.
એ રીતે આચાર્યદવે પ્રસ્તુત “સમાધિતંત્ર' ની અગત્યતા દર્શાવી પરમ પદની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે.
જ્યાં સુધી સ્વ-પરનું ભેદજ્ઞાન થાય નહિ, ત્યાં સુધી જીવ અજ્ઞાની રહે છે અને અજ્ઞાનજનિત ભ્રમને લીધે તે શરીરાદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ-આત્મબુદ્ધિ કરે છે, અર્થાત્ તેમાં પોતાના આત્માની કલ્પના કરી કર્તા-બુદ્ધિ સેવે છે. તે શરીરની ક્રિયા અથવા પરનાં કાર્યો ડું કરું છું-એમ માને છે. વળી તેને શરીર અને પરપદાર્થો પ્રત્યે મમકારબુદ્ધિ હોય છે, અર્થાત્ શરીર મારું, સ્ત્રી-પુત્ર-મકાનાદિ મારાં-એવી ભ્રમજનિત માન્યતા તે કરે છે. આ અજ્ઞાનમૂલક માન્યતાના કારણે જીવને રાગ-દ્વેષાદિ કષાયભાવ થાય છે જે ચતુર્ગતિરૂપ સંસાર-ભ્રમણનું મૂલ કારણ છે. સ્વસમ્મુખ થઈ આત્મસ્વરૂપમાં સ્થિર થવાની ભાવના કરવી તે જ સંસારનાં દુઃખોથી મુક્તિનો અને પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે. ૧૦૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com