________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦]
સમાધિતંત્ર नन्वेव प्रसिद्धस्याप्यनाद्यनिधनस्यात्मनो मुक्त्यर्थं दुर्द्धरानुष्ठानक्लेशो व्यर्थो ज्ञानभावनामात्रैणैव मुक्तिसिद्धेरित्याशङ्कयाह
अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ ।
तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ।। १०२।। છતાં આત્માના વિનાશનો ભ્રમ થાય છે. બંને અવસ્થાઓમાં જે ભ્રમ થાય છે તે સમાન છે. તેમાં કાંઈ તફાવત નથી.
પરમાર્થ દૃષ્ટિએ જોવામાં આવે તો સ્વપ્નમાં મનુષ્યના શરીરનો અને તેના આત્માનો નાશ થયો નથી; તેમ જાગ્રત અવસ્થામાં પણ મરણથી મનુષ્યના શરીરનો અને તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી, કારણ કે દરેક દ્રવ્ય સત્ છે. સનો કદી નાશ થતો નથી, ફક્ત તેની પર્યાયમાં ફેરફાર થાય છે. એક પર્યાયનો વ્યય, બીજી પર્યાયનો ઉત્પાદ અને તે બંનેમાં દ્રવ્યનું ધ્રૌવ્યરૂપે કાયમ રહેવું-એવી વસ્તુસ્થિતિ છે.
વિશેષ આત્મા એક ચેતન, અમૂર્તિક, અવિનાશી પદાર્થ છે. તેના વિનાશની કલ્પના કરવી એ નિતાન્ત ભ્રમ છે. સંસાર-અવસ્થામાં શરીર સાથે આત્માનો પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ સંયોગ સંબંધ છે, પણ અજ્ઞાનીને તે બંનેનું ભેદવિજ્ઞાન નહિ હોવાથી બંનેને એકરૂપ માને છે; તેથી શરીરરૂપ પુદ્ગલ-પર્યાયનો વ્યય જોઈ તેમાં સંયોગરૂપે રહેલા આત્માનો પણ ભ્રમથી વિનાશ માને છે; પરંતુ ઝૂંપડી બળી જતાં તેમાં રહેલું આકાશ બળી જતું નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી. ૧૦૧.
અનાદિનિધન આત્મા પ્રસિદ્ધ હોવા છતાં તેની મુક્તિ માટે દુર્બર તપશ્ચરણરૂપ કલેશ કરવો વ્યર્થ છે, કારણ કે જ્ઞાનભાવનામાત્રથી જ મુક્તિની સિદ્ધિ છે એવી આશંકા કરી કહે છે :
શ્લોક ૧૦૨ અન્વયાર્થ : (દુ:માવિતં જ્ઞાનં ) જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે, તે (૩:વસનિધી) ઉપસર્ગાદિ દુઃખો આવી પડતાં (ક્ષય) નાશ પામે છે, (તસ્મત) માટે (મુનિ:) મુનિએ-અન્તરાત્મા યોગીએ-(યથાવત્ન) પોતાની શરીરાદિથી ભિન્ન ભાવના ભાવવી.
*
सुहेण भाविदं णाणं दुहे जादे विणस्सदि । तम्हा जहाबल जोई कप्पा दुक्खेहिं भावए ।। ६२।।
- મોક્ષપ્રામૃત, કુન્દ્રકુન્દ્રા Please inform us of any errors on rajesh@AtmaDharma.com