________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪૯ नन्वात्मना मरणरूपविनाशादुत्तरकालमभावसिद्धेः कथं सर्वदाऽस्तित्त्वं सिध्येदिति
वदन्तं प्रत्याह
સમાધિતંત્ર
स्वप्नेदृष्टे विनष्टेऽपि न नाशोऽस्ति यथात्मनः ।
तथा
जागरदृष्टेऽपि विपर्यासाविशेषतः ।। १०१।।
टीका - स्वप्ने स्वप्नावस्थायां दृष्टे विनष्टेऽपि शरीरादौ आत्मनो यथा नाशो नास्ति तथा जागरदृष्टेऽपि जागरे जाग्रदवस्थायां दृष्टे विनष्टेऽपि शरीरादौ आत्मनो नाशो नास्ति । ननु स्वप्नावस्थायां भ्रांतिवशादात्मनो विनाश: प्रतिभातीति चेत्तदेतदन्यत्रापि समानं । न खलु शरीरविनाशे आत्मनो विनाशमभ्रान्ति मन्यते। तस्मादुभयत्राप्यात्मनो विनाशोऽनुपपन्नो विपर्यासाविशेषात्। यथैव हि स्वप्नावस्थायामविद्यमानेऽप्यात्मनो विनाशे विनाशः प्रतिभासत इति विपर्यासः तथा जाग्रदवस्थायामपि।। १०१ ।।
સર્વદા અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય ? એવું બોલનાર પ્રતિ કહે છે :
શ્લોક ૧૦૧
અન્વયાર્થ : ( સ્વપ્ને) સ્વપ્ન-અવસ્થામાં (દદે વિનટે અપિ) પ્રત્યક્ષ જોવામાં આવેલા શીરાદિકનો નાશ થવા છતાં (યથા) જેમ (આત્મન:) આત્માનો (નાશ: ન અસ્તિ) નાશ થતો નથી (યથા) તેમ (નારદè અપિ) જાગ્રત અવસ્થામાં પણ દેખેલા શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; (વિપર્યાપ્તાવિશેષત:) કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી.
ટીકા : સ્વપ્નમાં એટલે સ્વપ્ન-અવસ્થામાં દેખવામાં આવેલા શરીરાદિનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી, તેમ જાગ્રત અવસ્થામાં પણ દેખવામાં આવેલા શરીરાદિનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી.
સ્વપ્ન-અવસ્થામાં ભ્રાન્તિને લીધે આત્માનો વિનાશ પ્રતિભાસે છે એમ શંકા કરવામાં આવે, તો અન્યત્ર પણ (જાગ્રત અવસ્થામાં પણ) તે સમાન છે. ભ્રાન્તિ વિનાનો માણસ, શરીરનો વિનાશ થતાં આત્માનો વિનાશ ખરેખર માનતો નથી. તેથી બંનેમાં (સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં) પણ વિપર્યાસમાં (ભ્રાન્તિમાં) ફેર નહિ હોવાથી (ભ્રાન્તિ સમાન હોવાથી ) આત્માનો વિનાશ નહિ હોવા છતાં (તેનો) વિનાશ પ્રતિભાસે છે, તેમ એવી ભ્રાન્તિ જાગ્રતઅવસ્થામાં પણ થાય છે.
ભાવાર્થ : સ્વપ્નમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી તો પણ આત્માના નાશનો ભ્રમ (વિપરીત પ્રતિભાસ ) થાય છે; તેમ જાગ્રત-અવસ્થામાં પણ શરીરનો નાશ જોવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com