________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[૧૪૭
टीका- चित्तत्त्वं चेतनालक्षणं तत्त्वं यदि भूतजं पृथिव्यप्तेजोवायुलक्षणभूतेभ्यो जातं यद्यभ्युपगम्यते तदाऽयत्नसाध्यं निर्वाणं यत्नेन तात्पर्येण साध्यं निर्वाणं न भवति । एतच्छरीरपरित्यागेन विशिष्टावस्थाप्राप्तियोग्यस्यात्मन एव तन्मते अभावादित्यात्मनो मरणरूपविनाशादुत्तरकालमभावः । सांख्यमते तु भूतजं सहजं भवनं भूतं शुद्धात्मतत्त्वं तत्र जातं तत्स्वरूपसंवेदकत्वेन लब्धात्मलाभं एवंविधं चित्तत्त्वं यदि तदाऽयत्नसाध्यं निर्वाणं यत्नेन ध्यानानुष्ठानादिना साध्यं न भवति निर्वाणं । सदा शुद्धात्मस्वरूपानुभवे सर्वदैवात्मनो निरूपायमुक्तिप्रसिद्धेः । अथवा
ટીકા : ચિત્તત્ત્વ એટલે ચેતનાસ્વરૂપ તત્ત્વ જો ભૂતજ હોય અર્થાત્ પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે, તો નિર્વાણ અયત્નસાધ્ય રહે અથવા યત્નથી નિર્વાણ સાધવા યોગ્ય ન રહે. આ શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ્ય આત્માનો તેના મતમાં (ચાર્વાકના મતમાં) અભાવ છે, કેમ કે (તેઓ ) મરણરૂપ (શરીરના ) વિનાશથી ઉત્તરકાલે આત્માનો અભાવ (માને છે).
‘સાંખ્યમત ’ માં ભૂતજ એટલે સહજ ભવન તે ભૂત અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વ-તેમાં ઉત્પન્ન થયેલું તે. તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્ત્વ જો હોય, તો નિર્વાણ અયત્નસાધ્ય થાય અર્થાત્ યત્નથી એટલે ધ્યાનના અનુષ્ઠાનાદિથી નિર્વાણ સાધવા યોગ્ય રહેતો નથી, કારણ કે નિત્ય શુદ્ધાત્મસ્વરૂપના અનુભવમાં સર્વદા જ આત્માની નિરૂપાય ( અયત્નસાધ્ય ) મુક્તિ પ્રસિદ્ધ છે.
અથવા ( આ શ્લોકમાં) અયત્ન ઇત્યાદિ વચન છે તે નિષ્પન્ન ઇતર યોગીની અપેક્ષાએ છે. ત્યાં નિષ્પન્ન યોગીની અપેક્ષાએ ચિત્તત્વ જો ભૂત જ એટલે સ્વભાવ જ હોય, [ ભૂત શબ્દને અહીં સ્વભાવના અર્થમાં સમજવો ] અર્થાત્ મન, વાણી, કાયા, ઇન્દ્રિયો, આદિથી અવિક્ષિસ આત્મસ્વરૂપ ભૂત એટલે તેમાં ઉત્પન્ન થયેલું હોય અર્થાત્ તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય, તો નિર્વાણ અયત્નસાધ્ય છે, કારણ કે તેવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરનારને કર્મબંધનો અભાવ હોવાથી નિર્વાણ વગર પ્રયાસે સિદ્ધ છે.
અથવા-અન્ય પ્રકારે પ્રારબ્ધ યોગીની અપેક્ષાએ ભૂતજ ચિત્તત્વ ન હોય, તો યોગદ્વારા સ્વરૂપસંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના પ્રકર્ષ અભ્યાસથી નિર્વાણ થાય, તેથી ચિત્ પણ અવસ્થાવિશેષમાં અર્થાત્ દુર્ધર અનુષ્ઠાનમાં કે છેદન-ભેદનાદિમાં યોગીઓને દુઃખ ન હોય, કારણ કે આનંદાત્મક સ્વરૂપના સંવેદનમાં તેમને તેનાથી ઉત્પન્ન થતાં દુઃખના વેદનનો અભાવ છે.
9
ભાવાર્થ : ‘ચાર્વાકમત ' અનુસાર જીવતત્ત્વ ભૂતજ છે-અર્થાત્ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ-એ ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થાય છે. જો ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થએલા શરીરને જ આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com