________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
સમાધિતંત્ર
अवाचां गोचरं वचनैरनिर्देश्यं । कथं तत्प्राप्नोति ? स्वतः एव आत्मनैव परमार्थतो न पुनर्गुर्वादिबाह्यनिमित्तात् । यतः प्राप्तात् तत्पदान्नावर्तते संसारे पुनर्न भ्रमति।। ९९ ।।
ननु आत्मनि सिद्धे तस्य तत्पदप्राप्तिः स्यात् न चासौ तत्त्वचतुष्टयात्मकाच्छरीरात्तत्त्वान्तरभूतः सिद्ध इति चार्वाकाः। सदैवात्मा મુત્તઃ सर्वदा स्वरूपोपलम्भसम्भवादिति सांख्यास्तान् प्रत्याह
अयत्नसाध्यं निर्वाणं चित्तत्त्वं भूतजं यदि ।
अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ।। १०० ।।
આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો સદા દૃઢ અભ્યાસ કરવો. એમ કરવાથી વચનાતીત અતીન્દ્રિય પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. તે પદ પ્રાપ્ત કર્યા પછી સંસારમાં ફરીથી જન્મ લેવો પડતો નથી. સદાને માટે સંસારનાં સર્વ પ્રકારનાં દુ:ખોથી જીવનો છૂટકારો થાય છે અને તે સદા જ્ઞાનાનન્દમાં મગ્ન રહે છે.
પ્રસ્તુત શ્લોકમાં ‘ સ્વત: વ' શબ્દો ઘણા અર્થસૂચક છે. તે બતાવે છે કે ૫૨માત્મપદની પ્રાપ્તિ પોતાનામાંથી જ પોતાના પુરુષાર્થથી જ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન આદિની ઉપાસના, દિવ્ય-ધ્વનિ, ગુરુના ઉપદેશાદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં નિમિત્તોથી નિરપેક્ષપણે પરમપદની પ્રાપ્તિ થાય છે. નિમિત્તથી કદી થતી નથી, કેમકે જ્યાં સુધી નિમિત્ત તરફ લક્ષ હોય ત્યાં સુધી આત્મા તરફ લક્ષ વળતું નથી.
૫૨માત્મા થવાની શક્તિ પોતાનામાં મોજૂદ છે. તે શક્તિનું સમ્યક્ પ્રકારે શ્રદ્ધાન-જ્ઞાન કરી, આત્મસન્મુખ થઈ તેને પ્રગટ કરવાનો અવિરત પ્રયત્ન કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ
અવશ્ય થાય. ૯૯.
આત્મા છે એવું સિદ્ધ હોય, તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે, પણ તે (આત્મા) ચાર તત્ત્વોના સમૂહરૂપ શરીરથી ભિન્ન અન્ય તત્ત્વરૂપ સિદ્ધ થતો નથી એવું ચાર્વાકો માને છે; અને સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોવાથી આત્મા સદાય મુક્ત છે-એવો સાંખ્યમત છે. તેમના પ્રતિ કહે છે:
શ્લોક ૧૦૦
અન્વયાર્થ : (વિત્તત્ત્વ) ચેતના લક્ષણવાળો આ જીવ (વિ ભૂતનમ્) જો ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા હોય, તો (નિર્વાનં) મોક્ષ (અયત્નસાધ્યું) યત્ન સાધવા યોગ્ય રહે નહિ, ( અન્યથા ) અથવા (યોગત:) યોગથી એટલે શારીરિક યોગક્રિયાથી (નિર્વાનં) નિર્વાણની પ્રાપ્તિ થાય, તો (તસ્માત્) તેનાથી (યોશિનાં) યોગીઓને (વિત્) કોઈ પણ અવસ્થામાં (દુ:વું ન) દુ:ખ હોય નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com