________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૧૪૫ उक्तमर्थमुपसंहृत्य फलमुपदर्शयन्नाह
इतीदं भावयेन्नित्यमवाचां गोचरं पदम् ।
સ્વત વ તવાનોતિ તો નાવર્તતે પુન: I 337 इति एवमुक्तप्रकारेण इदं भिन्नमभिन्नं चात्मस्वरूपं भावयेत् नित्यं सर्वदा। ततः किं भवति ? आप्नोति। किं ? तत्पदं मोक्षस्थानं कथम्भूतं ?
ઉદ્યમ કરે, તો તે શક્તિને સંપૂર્ણપણે વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે. ૯૮. ઉક્ત અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવી કહે છે :
શ્લોક ૯૯ અન્વયાર્થ : (ત્તિ) ઉક્ત પ્રકારે (રૂદ્ર) ભેદ-અભેદરૂપ આત્મસ્વરૂપની (નિત્ય) નિરન્તર (ભાવ) ભાવના ભાવવી. એમ કરવાથી (ત ) તે (કાવાવ રોવર પર્વ) અનિર્વચનીય પરમાત્મપદને (સ્વત: ) સ્વતઃ જ-પોતાની મેળે જ આ જીવ (મનોતિ) પ્રાપ્ત કરે છે, (યત:) જે પદથી (પુન:) ફરીથી તે (ન બાવર્તતે) પાછો આવતો નથી.
ટીકા : આ પ્રમાણે એટલે ઉક્ત પ્રકારે આ ભિન્ન ને અભિન્ન આત્મસ્વરૂપની, નિત્ય એટલે સર્વદા, ભાવના કરવી. તેથી શું થાય છે? તે પદ-મોક્ષસ્થાન (પ્રાપ્ત થાય છે). તે (પદ) કેવું છે? વાણીને અગોચર એટલે વચનો દ્વારા કહી શકાય નહિ તેવું (અનિર્વચનીય) છે. તે કેવી રીતે પ્રાપ્ત કરે છે? પરમાર્થે સ્વતઃ જ (પોતાની મેળે જ)-આત્માથી જ (પ્રાપ્ત કરે છે, પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્ત વડે નહિ; જ્યાંથી એટલે પ્રાપ્ત થએલા તે પદથી (મોક્ષસ્થાનેથી) તે પાછો આવતો નથી–અર્થાત્ ફરીથી સંસારમાં ભમતો નથી.
ભાવાર્થ : સાધકને નિર્વિકલ્પ દશામાં પોતાના આત્માનો આશ્રય અને સવિકલ્પ દશામાં અહંતાદિની ઉપાસનાદિ હોય છે. ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે અને ભગવાનની ઉપાસનાદિરૂપ વ્યવહાર ઘટતો જાય છે. પોતાના આત્માની ઉપાસના પૂર્ણ થતાં ભગવાનની ઉપાસનારૂપ વિકલ્પનો પણ અભાવ થાય છે. તેનું નામ ભિન્ન ને અભિન્ન આત્મસ્વરૂપની નિત્ય ભાવના કરવી એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે વીતરાગતા પૂર્ણ થતાં કેવળજ્ઞાન પામી
જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે અને મોક્ષસ્થાન પામ્યા પછી જીવ કદી સંસારમાં પાછો આવતો નથી; કેમકે તેને રાગનો સર્વથા અભાવ વર્તે છે. રાગ વિના સંસાર અર્થાત્ ભવભ્રમણ-જન્મ-મરણ હોય નહિ.
વિશેષ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેમણે આત્માનો પૂર્ણ વિકાસ સાધ્યો છે તેવા અર્કન્સ અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણી તરૂપ થવાની ભાવનામાં મગ્ન રહેવું, અને પછી પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com