________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪]
સમાધિતંત્ર टीका- अथवा आत्मानमेव चित्स्वरूपमेव चिदानन्दमयमुपास्य आत्मा परमः परमात्मा जायते। अमुमेवार्थं दृष्टान्तद्वारेण समर्थयमानः प्राह-मथित्वेत्यादि। यथाऽऽत्मानमेव मथित्वा ઘયિત્વી તરાત્માં ( ? ) તરુષ: સ્વભાવ: સ્વત વાશિર્વાયતા ૧૮
ટીકા : અથવા આત્માની જ એટલે ચિદાનન્દમય ચિસ્વરૂપની જ ઉપાસના કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. આ જ અર્થનું દષ્ટાંત દ્વારા સમર્થન કરી કહે છે-મથીને ઇત્યાદિજેમ પોતે પોતાને જ મથીને (રગડીને)-ઘસીને, વૃક્ષ અર્થાત્ વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ જ અગ્નિરૂપ થાય છે, તેમ (આત્મા આત્માને જ મથીને-ઉપાસીને–પરમાત્મારૂપ થાય છે ).
ભાવાર્થ : જેમ વાંસનું વૃક્ષ વાંસ સાથે રગડી (મથી) સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે, તેમ આત્મા પણ પોતાના ચિદાનન્દમય ચિસ્વરૂપની ઉપાસના કરીને સ્વયં પરમાત્મારૂપ થઈ જાય છે.
જેમ વાંસના વૃક્ષમાં અગ્નિ શક્તિરૂપે વિધમાન છે અને તે ઘર્ષણથી પ્રગટ થાય છે, તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાનાદિ ગુણો શક્તિરૂપે વિધમાન છે અને તે આત્માની આત્મા સાથે એકરૂપતા થતાં પ્રગટ થાય છે અર્થાત્ આત્મા અન્ય બાહ્યાભ્યતર સંકલ્પ-વિકલ્પરૂપ વ્યાપારોથી પોતાના ઉપયોગને હઠાવી સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે ત્યારે તેના તે ગુણ (શુદ્ધ પર્યાયો) પ્રગટ થાય છે. આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે. તેના નિમિત્તે જ્યારે કર્મરૂપી ઇન્ધન સર્વથા બળી જાય છે. ત્યારે તે આત્મા પરમાત્મા થઈ જાય છે.
વિશેષ સમ્યગ્દષ્ટિ જ્યારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે, ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય-એવો ભેદ રહેતો નથી, વચન કે અન્ય વિકલ્પ હોતા નથી. ત્યાં (આત્મધ્યાનમાં) તો આત્મા જ કર્મ, આત્મા જ કર્તા અને આત્માનો ભાવ તે ક્રિયા હોય છે-અર્થાત્ કર્તા, કર્મ અને ક્રિયા તે-ત્રણે તદ્દન અખંડ અભિન્ન થઈ જાય છે; શુદ્ધોપયોગની નિશ્ચલ દશા પ્રગટ થાય છે અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પણ એકસાથે એકરૂપ થઈને પ્રકાશે છે.
આ શ્લોકમાં આચાર્યદેવે એ બતાવ્યું છે કે પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજી, અર્વતાદિની ઉપાસનાના રાગથી પરાભુખ થઈ, સ્વસમ્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધાત્માનીપરમ પારિણામિક કારણ પરમાત્માની-જ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે. દરેક જીવમાં દ્રવ્યદૃષ્ટિએ પરમાત્મા થવાની શક્તિ છે. જે તે જિનોપદેશાનુસાર પુરુષાર્થપૂર્વક
જહાઁ ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જહાઁ, ચિભાવ કર્મ, ચિદેશ કર્તા, ચેતના કિરિયા તહાં; તીનો અભિન્ન અખિન્ન સુધ ઉપયોગ કી નિશ્ચલ દસા, પ્રગટી જહાં દગ-જ્ઞાન-વ્રત યે તીનવા એકૈ લસા.
(પં. શ્રી દૌલતરામજી કૃત છઢાલા - ૬/૯). Please inform us of any errors on rajesh@AtmaDharma.com