________________
[૧૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર क्व पुनरनासक्तं चित्तं भवतीत्याह
यत्रानाहितधीः पुंस: श्रद्धा तस्मान्निवर्तते ।
यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ।। ९६ ।। टीका- यत्र यस्मिन्विषये अनाहितधीरदत्तावधाना बुद्धिः। “ यत्रैवाहितधीरिति च पाठ: यत्र च अहितधीरनुपकारकबुद्धिः।” कस्य ? पुंसः। तस्माद्विषयात्सकाशात् श्रद्धा निवर्तते। यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः तस्मिन् विषये लय आसक्तिस्तल्लयः कुतो नैव હુતાશ્ચરિ | ઉદ્દા કે જેથી આત્મશ્રદ્ધામાં બાહ્ય કોઈપણ પરિસ્થિતિ વિદ્મરૂપ થાય નહિ કે યુત કરે નહિ.
જેમ-જેમ સ્વ-પર પદાર્થોના ભેદવિજ્ઞાન દ્વારા આત્માનું ઉત્તમ સ્વરૂપ, સંવેદનમાં વિકસિત થતું જાય છે, તેમ તેમ સહજ પ્રાપ્ત રમણીય પંચેન્દ્રિયના વિષયો પણ રચતા નથી, અર્થાત્ તેમના પ્રતિ ઉપેક્ષા અને ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. ૯૫.
વળી ચિત્ત કયાં અનાસક્ત હોય છે તે કહે છે
શ્લોક ૯૬
અન્વયાર્થ : (યત્ર) જ્યાં એટલે જે વિષયમાં (પુન:) પુરુષની (અનાહિત ધી: ) બુદ્ધિ સાવધાનરૂપ હોતી નથી, (તસ્માન્ ) તેનાથી (શ્રદ્ધા) શ્રદ્ધા, (નિવર્તિત) હઠી જાય છે-ઊઠી જાય છે; અને (ચસ્મા ) જેનાથી (શ્રદ્ધા) શ્રદ્ધા (નિવર્તિત) હુઠી જાય છે તે વિષયમાં (ચિત્તચ) ચિત્તની (તર્જાય: ત.) લીનતા કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ હોઈ શકે નહિ.
ટીકા : જ્યાં એટલે જે વિષયમાં બુદ્ધિ સંલગ્ન હોતી નથી અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ હોતી નથી, “યત્રવાહિતધીરિતિ” એવો પણ પાઠ છે, તેનો અર્થ એ છે કે જ્યાં અહિત બુદ્ધિ એટલે અનુપકારક બુદ્ધિ હોય છે-કોની? પુરુષની, તે વિષયથી શ્રદ્ધા પાછી ફરે છે. જેનાથી શ્રદ્ધા પાછી ફરે, તે વિષયમાં ચિત્તની લીનતા કેમ હોઈ શકે? તે વિષયમાં ચિત્તનો લય એટલે આસક્તિ ક્યાંથી થાય? ક્યાંથીય પણ નહિ.
ભાવાર્થ : જે વસ્તુને પુરુષ હિતકારી સમજતો નથી તે વસ્તુમાં તેને રુચિ ઉત્પન્ન થતી નથી અને જે વસ્તુમાં રુચિ ન હોય તે વસ્તુમાં તેનું મન કેવી રીતે લાગે? ન જ લાગે.
१.
यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम्। तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि।।३७।।
(ઇબ્દોપદેશ – શ્લોક ૩૭) Please inform us of any errors on rajesh@AtmaDharma.com