________________
૧૪૦ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
कुतस्तदा तदवैकल्यमित्याह -
સમાધિતંત્ર
यत्रैवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ।। ९५ ।।
टीका- यत्रैव यस्मिन्नेव विषये आहितधीः दत्तावधाना बुद्धिः । “ यत्रात्महितधीरिति च पाठः यत्रात्मनो हितमुपकारस्तत्राहितधीर्बुद्धिरिति ” स हितमुपकारक इति बुद्धिः । कस्य ? पुंसः। श्रद्धा रुचिस्तस्य तत्रैव तस्मिन्नेव विषये जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते આસવાં મવત્તિ||
(સુતાદિ અવસ્થાઓમાં પણ ) તે અવૈકલ્ય (અચ્યુતિ) શા કારણે હોય છે? તે કહે છેઃશ્લોક ૯૫
:
અન્વયાર્થ : (યત્ર ત્ત્વ) જ્યાં જ એટલે જે કોઈ વિષયમાં જ (પુંસ: ) પુરુષની (આદિતથી: ) દત્તાવધાનરૂપ બુદ્ધિ હોય છે, (તંત્ર વ) ત્યાં જ એટલે તે વિષયમાં જ તેને (શ્રદ્ધા નાયતે) શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને (યત્ર વ) જ્યાં જ એટલે જે વિષયમાં જ (શ્રદ્ધા નાયતે) શ્રદ્ધા ઉત્પન્ન થાય છે (તંત્ર વ) ત્યાં જ એટલે તે વિષયમાં જ (વિતા નીયતે) તેનું ચિત્ત લીન (તન્મય) થઈ જાય છે.
ટીકા : જ્યાં જ એટલે જે વિષયમાં જ બુદ્ધિ લાગે છે અર્થાત્ બુદ્ધિ દત્તાવધાનરૂપ (લગ્ન) હોય છે–“ યત્રાત્મહિતથીિિત” એવો પણ પાઠ છે, (તેનો અર્થ એ છે કે) જ્યાં આત્મહિતની બુદ્ધિ છે અર્થાત્ જ્યાં આત્માનું હિત-ઉપકાર હોય છે એટલે જ્યાં ‘તે હિતકરઉપકારક છે' એવી બુદ્ધિ હોય છે ત્યાં ધી એટલે બુદ્ધિ (લાગે છે.) કોની ? પુરુષની. તેની શ્રદ્ધારુચિ ત્યાં જ એટલે તે વિષયમાં જ ઉત્પન્ન થાય છે. જ્યાં જ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં જ ચિત્ત લીન થાય છે-આસક્ત થાય છે.
ભાવાર્થ : જે વિષયમાં કોઈ પુરુષની બુદ્ધિ સાવધાનપૂર્વક લાગી રહે છે, અર્થાત્ જે વિષય તેને હિતકર કે ઉપકારક લાગે છે, તેમાં તેને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને જ્યાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યાં ચિત્ત લીન થઈ જાય છે. ચિત્તની આ લીનતા જ સુપ્ત-ઉન્મત્ત અવસ્થામાં પણ પુરુષને તે વિષયથી હઠાવી શકતી નથી, અર્થાત્ તે પુરુષ તે વિષયથી ચ્યુત થતો નથી, તેમાં લીન રહે છે.
વિશેષ
ભેદ-વિજ્ઞાનદ્વારા શ્રદ્ધાપૂર્વક આત્મસ્વરૂપના જે સંસ્કારો જામ્યા છે તેનું બળ કોઈ પણ અવસ્થામાં–જાગૃત, સુપ્ત કે ઉન્મત્ત અવસ્થામાં ચાલુ રહ્યા વિના રહેતું નથી; તેથી આત્માર્થીએ ભેદવિજ્ઞાનદ્વારા આત્મસ્વરૂપના સંવેદન માટે આત્મરુચિપૂર્વક એવો અવિરત પ્રયત્ન કરવો જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com