________________
[૧૩૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका- न मुच्यते न कर्मरहितो भवति। कोऽसौ? देहात्मदृष्टिर्बहिरात्मा। कथम्भूतोऽपि ? विदिताशेषशास्त्रोऽपि परिज्ञाताशेषशास्त्रोऽपि देहात्मदृष्टिर्यतः देहात्मनोर्भेदरुचिरहितो यतः। पुनरपि कथम्भूतोऽपि ? जाग्रदपि निद्रयाऽनभिभूतोऽपि। यस्तु ज्ञातात्मा परिज्ञातात्मस्वरूप: स सुप्तोन्मत्तोऽपि मुच्यते विशिष्टां कर्मनिर्जरां करोति दृढतराभ्यासात्सुप्ताद्यवस्थायामप्यात्मस्वरूपसंवित्त्यवैकल्यात्।।९४ ।।
મુચ્યતે ) કર્મબંધનથી છૂટતો નથી; કિન્તુ (જ્ઞાતાત્મા) ભેદજ્ઞાની-અન્તરાત્મા (સુણોન્મત્ત: લપિ) નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં (મુચ્યતે ) કર્મબંધનથી મુક્ત થાય છે-વિશિષ્ટ રૂપથી કર્મોની નિર્જરા કરે છે.
ટીકા : મુક્ત થતો નથી-કર્મરહિત થતો નથી. કોણ છે? શરીરમાં આત્મબુદ્ધિ રાખનારબહિરાત્મા. કેવો હોવા છતાં? સર્વ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં સર્વ શાસ્ત્રોના પરિજ્ઞાનવાળો હોવા છતાં, કારણ કે તે દેહાત્મદષ્ટિ છે અર્થાત્ દેહ અને આત્માના ભેદની રુચિ વિનાનો છે. વળી તે કેવો ( હોવા છતાં) છે? જાગૃત હોવા છતાં-નિદ્રાથી અભિભૂત (ઘેરાયેલો) નહિ હોવા છતાં.
જે જ્ઞાતાત્મા છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે (અનુભવ્યું છે ) તે સુસ અને ઉન્મત્ત હોવા છતાં મુક્ત થાય છે-વિશિષ્ટ કર્મ-નિર્જરા કરે છે, કારણ કે તેને દઢતર અભ્યાસને લીધે સુમાદિ અવસ્થામાં પણ આત્મસ્વરૂપના સંવેદનમાં વૈકલ્ય (ટ્યુતિ ) હોતું નથી.
ભાવાર્થ : જેને શરીરમાં આત્મબુદ્ધિ છે-જે શરીરને જ આત્મા માને છે એટલે કે શરીરની ક્રિયા આત્મા કરે છે એવું માને છે-તે ભલે સર્વ શાસ્ત્રોનો જાણકાર હોય અને જાગૃતાવસ્થામાં (સભાન અવસ્થામાં) હોય, તો પણ ભેદવિજ્ઞાનના અભાવે તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જેને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે અને આત્મસ્વરૂપના અનુભવનો દઢતર અભ્યાસ છે તેવો અત્તરાત્મા, નિદ્રાવસ્થામાં યા ઉન્મત્તાવસ્થામાં હોવા છતાં વિશિષ્ટ પ્રકારે કર્મોની નિર્જરા કરે છે કારણ કે તેને નિરંતર જ્ઞાન ચેતનાનું પરિણમન છે. આ કર્મનિર્જરા તેની મુક્તિના કારણરૂપ બને છે.
વિશેષ અજ્ઞાની જીવને અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોય, પોતાના શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને મુગ્ધ કરે, પ્રશંસાને પાત્ર બને, પણ જો તે આત્મજ્ઞાનશૂન્ય હોય તો તેનું બધું જ્ઞાન આત્મહિત માટે કાર્યકારી નથી–બાધક છે. ગધેડા ઉપર લાદેલાં શાસ્ત્રોના બોજા સમાન તે જ્ઞાન તેને બોજારૂપ છે. ૯૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com