________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
સમાધિતંત્ર
यत्र च चित्तं विलीयते तद्ध्येयं भिन्नमभिन्नं च भवति, तत्र भिन्नात्मनि ध्येये फलमुपदर्शयन्नाह
भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः ।
वर्तिर्दीपं यथोपास्य भिन्ना भवति तादृशी ।। ९७ ।।
टीका- भिन्नात्मानमाराधकात् पृथग्भूतमात्मानमर्हत्सिद्धरूपं उपास्याराध्य आत्मा आराधक: पुरुष: परः परमात्मा भवति तादृशोऽर्हत्सिद्धस्वरूपसदृशः। अत्रैवार्थे दृष्टान्तमाह वर्तिरित्यादि। दीपाद्भिन्ना वर्तिर्यथा दीपमुपास्य प्राप्य तादृशी भवति दीपरूपा भवति।।९७।।
અજ્ઞાની જીવોને ઇન્દ્રિયોના વિષયો ઇષ્ટ લાગે છે-હિતકારી લાગે છે, તેથી તેમની રુચિ તેમાં ઉત્પન્ન થાય છે અને મન તેમાં લાગે છે; જ્ઞાનીને તે વિષયો અનિષ્ટ લાગતા નથી, પણ તે પ્રત્યેનો રાગ અનિષ્ટ-અતિકારી લાગે છે, તેથી તેની રુચિ તે તરફથી હઠે છે અને તેમાં મન લાગતું નથી. તે વિષયો પ્રત્યે ઉદાસીન રહે છે.
વિશેષ
જેમ જેમ સહજ પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોથી રુચિ હઠતી જાય છે-ઘટતી જાય છે, તેમ તેમ શુદ્ધ આત્મસ્વરૂપ સ્વાનુભવમાં આવતું જાય છે–સ્વસંવેદનનો વિષય બનતો જાય છે.` ૯૬. જેમાં ચિત્ત લીન થાય છે, તે ધ્યેય ભિન્ન તથા અભિન્ન (એમ બે પ્રકારે) હોય છે; ત્યાં ભિન્નાત્મરૂપ ધ્યેયનું ફલ દર્શાવી કહે છે :
શ્લોક ૯૭
અન્વયાર્થ : (આત્મા) આત્મા (મિત્તાત્માનં) પોતાનાથી ભિન્ન આત્માની (ઉપાસ્ય) ઉપાસના કરીને (તાદશ:) તેના સમાન (પર: મવૃત્તિ) ૫રમાત્મા થાય છે. (યથા) જેમ (મિન્ના વર્તિ:) દીપકથી ભિન્ન બત્તી (વાટ) (દ્દીપ ઉપાસ્ય) દીપકની ઉપાસના કરીને (તેને પામીને ) (તાદશી) તેના જેવી-દીપકસ્વરૂપ (મવૃત્તિ) થઈ જાય છે તેમ.
.
ટીકા : ભિન્ન આત્માની એટલે આરાધકથી પૃથભૂત અર્હત્ સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરી-આરાધના કરી, આત્મા એટલે આરાધક પુરુષ, તેવો એટલે અર્હત્-સિદ્ધસ્વરૂપ સમાન, ૫૨ એટલે પરમાત્મા થાય છે. અહીં તે જ અર્થનું દૃષ્ટાન્ત કહે છે-વાટ ઇત્યાદિ-જેમ દીપથી ભિન્ન વાટ (દીવેટ) દીપને ઉપાસી એટલે પામી તાદશ (તેના જેવી ) થાય છે-અર્થાત્ દીપરૂપ થાય છે તેમ.
यथा यथा न रोचन्ते विषया: सुलभा अपि 1
तथा तथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।। ३८ ।।
(ઇષ્ટોપદેશ-શ્લોક ૩૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com