________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૩૭ यथा-वदात्मस्वरूपपरिज्ञानरहितानां बहिरात्मनाम्। आत्मदर्शिनोऽन्तरात्मन: पुनरक्षीणदोषस्य मोहाक्रान्तस्य बहिरात्मनः सम्बंधिन्यः सर्वावस्थाः सुप्तोन्मत्ताद्यवस्थावत् जाग्रत्प्रबुद्धानुन्मत्ताद्यवस्थाऽपि विभ्रमः प्रतिभासते यथावद्वस्तुप्रतिभासाभावात्। अथवासुप्तोन्मत्ताद्यवस्थैव एवकारोऽपिशब्दार्थे तेन सुप्तोन्मत्ताद्यवस्थाऽपि न विभ्रमः। केषाम् ? आत्मदर्शिनां दृढतराभ्यासात्तदवस्थायामपि आत्मनि तेषामविपर्यासात्। स्वरूपसंवित्तिवैकल्यासम्भवाच्च। यदि सुप्ताद्यवस्थायामप्यात्मदर्शनं स्यात्तदा जाग्रदवस्थावत्तत्राप्यात्मनः कथं सुप्तादिब्यपदेश इत्यप्युक्तम्। यतस्तत्रेन्द्रियाणां (વિક્રમ:) વિભ્રમરૂપ લાગે છે, પરંતુ (કત્મિર્શિન:) આત્માનુભવી અન્તરાત્માને, (બક્ષીબોષરચ) મિથ્યાત્વાદિ દોષો જેના ક્ષીણ થયા નથી તેવા બહિરાત્માની (સર્વાવસ્થા:) બધીય અવસ્થાઓ (વિક્રમ:) વિભ્રમરૂપ લાગે છે.
ટીકા : સુપ્ત અને ઉન્મત્તાદિ અવસ્થા જ વિભ્રમરૂપ પ્રતિભાસે છે. કોને? આત્મસ્વરૂપ નહિ જાણનારાઓને-અર્થાત્ આત્મસ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી રહિત બહિરાત્માઓને. આત્મદર્શીને એટલે અંતરાત્માને, અક્ષીણ દોષવાળા એટલે જેના દોષ ક્ષીણ થયા નથી તેવા મોહથી ઘેરાએલા બહિરાભા સંબંધીની સર્વ અવસ્થાઓ-જાગ્રત, પ્રબદ્ધ, અનુન્મત્તાદિ અવસ્થા પણ, સુખ, ઉન્મત્તાદિ અવસ્થાની જેમ, વિભ્રમરૂપ પ્રતિભાસે છે; કારણ કે તેને (બહિરાત્માને) યથાર્થપણે વસ્તુના પ્રતિભાસનો અભાવ છે;
અથવા સુસ ઉન્મત્તાદિ અવસ્થા પણ (અહીં વ શબ્દ કપિ ના અર્થમાં છે) વિભ્રમરૂપ (ભાસતી નથી). કોની? આત્મદર્શીઓની, કારણ કે દઢતર અભ્યાસને લીધે તે અવસ્થામાં પણ તેમને આત્મા વિષે અવિપર્યાસ (અવિપરીતતા) હોય છે અને સ્વરૂપ-સંવેદનમાં વૈકલ્યનો (ટ્યુતિનો ) અભાવ હોય છે.
જો સુસાદિ અવસ્થામાં પણ આત્મદર્શન હોય તો જાગ્રત અવસ્થાની જેમ, તેમાં પણ આત્માને સુસાદિનો વ્યપદેશ (કથન ) કેવી રીતે ઘટે? માટે તે પણ અયોગ્ય છે.
(સમાધાન)-ત્યાં ઇન્દ્રિયોને સ્વવિષયમાં નિદ્રાને લીધે પ્રતિબંધ છે, પરંતુ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી, માટે તેનો વ્યપદેશ ઘટે છે.
ત્યારે કોની તે વિભ્રમરૂપ લાગે છે? અક્ષીણ દોષવાળા બહિરાત્માની. કેવા (બહિરાત્માની)? સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની-અર્થાત્ બાલકુમારાદિરૂપ અને સુસઉન્મત્તાદિરૂપ સર્વ અવસ્થાને જે આત્મા માને છે તેવા સ્વભાવવાળાની (બહિરાત્માની). ભાવાર્થ : સંસ્કૃત ટીકાકારે પ્રસ્તુત શ્લોકને નીચેના રૂપમાં સમજી બીજો અર્થ પણ કર્યો છે :
सुप्तोन्मत्ताद्यवस्थापि विभ्रमो नात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थात्मदर्शिनः ।। ९३।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com