________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
| [ ૧૩૩ तत्पदप्राप्यर्थं जात्यादिविशिष्टे शरीरे निर्ममत्वसिद्धयर्थं भोगेभ्यो व्यावृत्त्यापि पुनर्मोहवशाच्छरीर एवानुबन्धं प्रकुर्वन्तीत्याह
यत्त्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्राप्तये ।
प्रीतिं तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिन: ।। ९०।। टीका-- यस्य शरीरस्य त्यागाय निर्ममत्वाय भोगेभ्यः स्रग्वनितादिभ्यो निवर्तन्ते। तथा यदवाप्तये यस्य परमवीतरागत्वस्यावाप्तये प्राप्तिनिमित्तं भोगेभ्यो निवर्तन्ते। प्रीतिमनुबन्धं तत्रैव शरीरे एव कुर्वन्ति द्वेषं पुनरन्यत्र परमवीतरागत्वे। के ते? मोहिनो मोहवन्तः।।९।।
ખરા, પણ તેના આશ્રયે મોક્ષ ન થાય, તેના વિકલ્પથી પણ મોક્ષ ન થાય. જાતિ, લિંગ અને તે સંબંધી વિકલ્પથી મોક્ષ થાય એમ માનનારા સમયાગ્રહી છે-સમયના જાણકાર નથી.
વિશેષ લિંગ એ મોક્ષનું સાચું કારણ નથી. તેનું પ્રતિપાદન કરતાં શ્રી કુન્દકુન્દાચાર્ય શ્રી સમયસારમાં કહ્યું છે કે
બહુ પ્રકારનાં મુનિ-લિંગોને અથવા ગૃહી-લિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની) જનો એમ કહે છે કે “આ (બાહ્ય) લિંગ મોક્ષમાર્ગ છે.' પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે અતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે.
જેઓ બહુ પ્રકારનાં મુનિ-લિંગોમાં અથવા ગૃહસ્થ-લિંગોમાં મમતા કરે છે (અર્થાત દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે કે, તેમણે સમયસારને નથી જાણ્યો.
જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (શ્રાવક) છું” એમ દ્રવ્ય-લિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ “અનાદિરૂઢ' (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી. ૮૯.
તે પદની પ્રાપ્તિ અર્થે જાતિ આદિ વિશિષ્ટ શરીરમાં નિર્મમત્વની સિદ્ધિ માટે ભોગોથી વ્યાવૃત્ત થઈને (પાછો હુઠીને) પણ ફરીથી મોહવશ શરીરમાં જ અનુબંધ (અનુરાગ) કરે છે તે કહે છે :
શ્લોક ૯૦ અન્વયાર્થ : (અત્યાTIS) જેના (શરીરના) ત્યાગ માટે અર્થાત જેનાથી મમત્વ હઠાવવા શ્રી સમયસાર – ગાથા - ૪૦૮, ૪૦૯, ૪૧૩ અને ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com