________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ ]
સમાધિતંત્ર तर्हि ब्राह्मणादिजातिविशिष्टो निर्वाणादिदीक्षया दीक्षितो मुक्तिं प्राप्नोतीति वदन्तं प्रत्याह
जातिलिंगविकल्पेन येषां च समयाग्रह: ।
तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।। ८९।। टीका- जातिलिंगरूपः विकल्पो भेदस्तेन येषां शैवादिनां समयाग्रह: आगमानुबंध: उत्तमजातिविशिष्टं हि लिंगं मुक्तिहेतुरित्यागमे प्रतिपादितमतस्तावन्मात्रेणैव मुक्तिरित्येवंरूपो येषामागमाभिनिवेशः तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।। ८९।।
ભાવાર્થ : લિંગની માફક જાતિ પણ દેહાશ્રિત છે અને દેહમાં આત્મબુદ્ધિ તે સંસાર છે, તેથી જેઓ મુક્તિ માટે જાતિનો આગ્રહ રાખે છે અર્થાત્ જાતિને જ મુક્તિનું મૂળ માને છે તેઓ પણ સંસારથી છૂટતા નથી, કારણ કે તેઓ સંસારના આગ્રહી છે.
જાતિ પણ મુનિ અવસ્થામાં, જે પ્રકારની આગમમાં કહી છે તે પ્રમાણે, નિયમો હોય છે; તેનાથી વિરુદ્ધ જાતિ ભાવલિંગી મુનિને હોતી નથી. તે જાતિથી કે તે તરફના વલણ કે વિકલ્પથી મોક્ષ થતો નથી, કિન્તુ રાગ ઉત્પન્ન થાય છે. માટે તે તરફનું વલણ છોડી આત્મસન્મુખ થઈ તેમાં લીન થવાથી મોક્ષ થાય છે એમ આ શ્લોક ઉપરથી સમજવું. ૮૮.
ત્યારે તો બ્રાહ્મણાદિ જાતિવિશિષ્ટ નિર્વાણાદિની દીક્ષાથી દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી શકે એવું બોલનાર પ્રતિ કહે છે :
શ્લોક ૮૯ અન્વયાર્થ : (વેષi) જેમને (નાસિન્નિવિકલ્પેન) જાતિ અને લિંગના વિકલ્પથી મુક્તિ થાય છે એવો (સમયા:) આગમ સંબંધી આગ્રહ છે (તે પ) તેઓ પણ (નાત્મની પર પ૬) આત્માના પરમ પદને (ન પ્રાનુવન્તિ વ ) પ્રાપ્ત કરી શકતા જ નથી.
ટીકા : જાતિ અને લિંગરૂપ વિકલ્પ એટલે ભેદ તેનાથી જે શૈવાદિને સમયનો આગ્રહ એટલે આગમનો આગ્રહ છે અર્થાત ઉત્તમ જાતિવિશિષ્ટ લિંગ જ મુક્તિનું કારણ છે એવું આગમમાં પ્રતિપાદન કર્યું છે, તેથી તે માત્રથી જ મુક્તિ છે-એવો જેમને આગમનો અભિનિવેશ (આગ્રહ ) છે, તેઓ પણ આત્માના પરમ પદને પ્રાપ્ત કરી શકતા જ નથી.
ભાવાર્થ : જાતિ અને લિંગ બંને દેહાશ્રિત છે. તેના તરફના વિકલ્પથી રાગ થાય છે, અને રાગ તે સંસાર છે. તેથી જે એવું માને છે કે આગમમાં જાતિ અને લિંગથી મોક્ષ થાય છે એમ પ્રતિપાદન કર્યું છે, તે હઠાગ્રહી છે અને આગમના સ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. વીતરાગી આગમ તો કહે છે કે વીતરાગતાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય, અને વીતરાગતા થતાં બાહ્ય લિંગાદિ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com