________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૩૧ येऽपि 'वर्णानां ब्राह्मणो गुरुरतः स एव परमपदयोग्य' इति वदन्ति तेऽपि न मुक्तियोग्या इत्याह
जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः ।
न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ।। ८८।। टीका- जातिर्ब्राह्मणादिदेहाश्रितेत्यादि सुगम।। ८८।।
વિશેષ અંતરંગ વીતરાગસ્વરૂપ આત્માના ધર્મ વિના લિંગમાત્રથી–બાહ્ય વેષમાત્રથી ધર્મની સમ્પત્તિરૂપ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી; માટે રાગદ્વેષરહિત આત્માનો શુદ્ધજ્ઞાન-દર્શનરૂપ સ્વભાવ જે અંતરંગ ભાવધર્મ છે તેને, હે ભવ્ય ! તું જાણ. બાહ્ય લિંગવેષમાત્રથી તને શું પ્રયોજન છે? કોઈ પણ નહિ.”
શરીરની નગ્ન અવસ્થા, અઠ્ઠાવીસ મૂલ ગુણોનું પાલનાદિ બાહ્યલિંગ એ મુનિ અવસ્થામાં નિયમ હોય છે, તેથી વિરુદ્ધ દશા હોય તો તે ભાવલિંગી મુનિ હોય નહિ, પરંતુ તે બાહ્યલિંગથી અથવા અઠ્ઠાવીસ મૂલ ગુણોના પાલનથી મોક્ષ થાય એવી જે શ્રદ્ધા કરે તે મિથ્યાષ્ટિ છે. લિંગ સંબંધીનો વિકલ્પ પણ આત્મ-સાધનમાં બાધક છે. મુનિને બાહ્ય લિંગ હરકોઈ હોય તો ચાલે એમ અહીં કહેવાનો હેતુ નથી. શ્રી કુન્દકુન્દ્રાચાર્યે જે ત્રણ પ્રકારનાં લિંગ કહ્યા છે તે તે તે ગુણસ્થાને નિયમો હોય છે ખરાં, પણ તેના લક્ષે મોક્ષ થતો નથી, પણ તેના લક્ષે રાગ થાય છે, તેથી તે તરફનો ઝુકાવ અને વિકલ્પ છોડી આત્મામાં લીન થવા માટે આ શ્લોક કહ્યો છે. ૮૭.
વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે, તેથી તે જ પરમપદને યોગ્ય છે” એવું જે બોલે છે તેઓ પણ મુક્તિ યોગ્ય નથી, તે કહે છે:
શ્લોક ૮૮ અન્વયાર્થ : (નાતિ:) જાતિ (વેદાશ્રિતા દET:) શરીરને આશ્રિત જોવામાં આવે છે અને (: ) દેહ જ (દેહમાં આત્મબુદ્ધિ જ) (માત્મ: ભવ:) આત્માનો ભવ (સંસાર) છે; (તરા) તેથી (૨) જેમને (નાતિતાપ્ર.) મુક્તિની પ્રાપ્તિ માટે જાતિનો હઠાગ્રહ છે (તે. પ) તેઓ પણ (મવાન્ ન મુદ્યન્ત) સંસારથી મુક્ત થતા નથી.
ટીકા : બ્રાહ્મણાદિ દેહાશ્રિત છે, ઇત્યાદિ અર્થ સુગમ છે (અર્થાત્ સમજવો સહેલો છે).
धर्मेण भवति लिंगं न लिंगमात्रेण धर्मसंप्राप्तिः । जानीहि भावधर्म किं ते लिंगेन कर्तव्यम् ।।२।।
(લિંગ પાહુડ - ગા. ૨) Please inform us of any errors on rajesh@AtmaDharma.com