________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦]
સમાધિતંત્ર यथा च व्रतविकल्पो मुक्तिहेतुर्न भवति तथा लिङ्गविकल्पोऽपीत्याह -
लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः ।
न मुच्यते भावात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ।। ८७।। टीका-लिङ्ग जटाधारणनग्नत्वादिदेहाश्रितं दृष्टं शरीरधर्मतया प्रतिपन्नं। देह एवात्मनो भवः संसारः। यत एवं तस्माद्ये लिंगकृताग्रहाः लिंगमेव मुक्तेर्हेतुरितिकृताभिनिवेशास्ते न मुच्यते। कस्मात् भवात्।।८७।।
વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ”
- સાતમા અપ્રમત્ત ગુણસ્થાનથી જે નિર્વિકલ્પ દશા થાય છે તે દિશામાં આત્મસ્વરૂપમાં સ્થિરતા જામતી જાય છે અને અંતે શુક્લધ્યાનદ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. ૮૬.
જેમ વ્રતનો વિકલ્પ મુક્તિનો હેતુ નથી, તેમ લિંગનો વિકલ્પ પણ મુક્તિનો હેતુ નથી, તે કહે છે :
શ્લોક ૮૭ અન્વયાર્થ : (તિY) નગ્નપણું આદિ (વેદાશ્રિત દઈ) દેહને આશ્રિત જોવામાં આવે છે. (વેડ્ડ: ) દેહ જ (નાત્મન: ભવ:) આત્માનો ભવ (સંસાર) છે; (તસ્મા ) તેથી (જે સિતાપ્ર.) જે લિંગના જ આગ્રહી છે. (તે પુરુષT:) તે પુરુષો (ભવાન્ ) સંસારથી (ના મુવ્યત્વે) મુક્ત થતા નથી.
ટીકા : લિંગ એટલે જટાધારણ, નગ્નપણું, આદિ-તે દેહાશ્રિત દેખાય છે અર્થાત્ શરીરના ધર્મરૂપે માનવામાં આવે છે. દેહ જ આત્માનો ભવ એટલે સંસાર છે; તેથી જે લિંગને વિષે આગ્રહ રાખે છે–અર્થાત્ લિંગ એ જ મુક્તિનો હેતુ છે એવા અભિનિવેશવાળા જે છે તે (લોક ) મુક્ત થતા નથી. શાનાથી? ભવથી (સંસારથી).
ભાવાર્થ : જે જીવ કેવળ લિંગ અથવા બાહ્ય વેષને જ મોક્ષનું કારણ માને છે તે દેહાત્મદષ્ટિ છે અર્થાત્ તે દેહને જ આત્મા માને છે, તેથી તે મુક્તિ પામતો નથી. લિંગ શરીરને આશ્રિત છે અને શરીર સાથેના સંબંધથી જ આત્માનો સંસાર છે. શરીરના અભાવમાં સંસાર હોતો નથી. માટે જે લિંગનો આગ્રહી છે અર્થાત્ જે લિંગને જ મુક્તિનું કારણ સમજે છે તે સંસારનો જ આગ્રહી છે, તે કદી સંસારથી છૂટી શકતો નથી.
૧.
શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-કલશ ૧૧૦નો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com