________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૧૨૭ तस्य चोत्प्रेक्षाजालस्य नाशं कुर्वाणोऽनेन क्रमेण कुर्यादित्याह
अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः स्वयमेव परो भवेत् ।। ८६ ।।
વિશેષ હિંસાદિ અવ્રતરૂપ અશુભ વિકલ્પો અને અહિંસાદિ વ્રતરૂપ શુભ વિકલ્પો બંને પ્રકારના વિકલ્પો રાગ-દ્વેષાદિરૂપ હોવાથી આત્મસ્વરૂપના ઘાતક છે. ભગવાનની પૂજા-ભક્તિ, અણુવ્રત મહાવ્રતાદિ તથા તપાદિ કરવાના ભાવ પણ શુભ વિકલ્પ છે. આ સમસ્ત શુભ-અશુભ વિકલ્પોથી હુઠી ઉપયોગ જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે જ પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થાય છે.
આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન-જ્ઞાનમાં સ્થિત થઈ અને અન્ય વસ્તુની ઇચ્છાથી વિરમી (અટકી) જે આત્મા (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થઈ પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે-કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, પોતે ચેતયિતા (દખનાર-જાણનાર) હોવાથી એકત્વને જ ચિંતવે છે-ચેતે છે-અનુભવે છે, તે આત્મા આત્માને ધ્યાતો, દર્શન-જ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.”
વસુસ્વરૂપને જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી; એનું નામ જ ચિત્તનો નિરોધ. આ સિવાય “હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું ” એવી નાસ્તિના લક્ષે કાંઈ વિકલ્પ તૂટતો નથી, પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. “હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું” એમ અસ્તિત્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતાં ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે, સ્વભાવની એકાગ્રતાના જોરે રાગનો-વિકલ્પનો અભાવ થઈ જાય છે માટે પહેલાં વસ્તુના સ્વભાવને બધાં પડખાથી જેમ છે તેમ જાણવો જોઈએ.
જ્યાં શ્રુતજ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું ત્યાં સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે અને અનંત ધર્મોનો ચૈતન્ય-પિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે.” ૮૫. તે ઉàક્ષાજાલનો નાશ કરનાર આ ક્રમથી કરવું–તે કહે છે :
શ્લોક ૮૬ અન્વયાર્થ : (અવ્રતી) હિંસાદિક પાંચ અવ્રતોમાં અનુરક્ત માણસે (વ્રત માવાય) અહિંસાદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો તથા (વ્રત) અહિંસાદિક ૧. શ્રી સમયસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૧૮૭, ૧૪૮, ૧૮૯. ૨. નયપ્રજ્ઞાપન – પૃ. ૮, ૨૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com