________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૧૨૬] कुतोऽव्रत - व्रतविकल्पपरित्यागे परमपदप्राप्तिरित्याह
यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मन: ।
मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ॥८५।। टीका- यदुत्प्रेक्षाजालं चिंताजालं कथम्भूतं ? अन्तर्जल्पसंपृक्तं अन्तर्वचनव्यापारोपेतं। आत्मनो दुःखस्य मूलं कारणं। तन्नाशे तस्योत्प्रेक्षाजालस्य विनाशे। इष्टमभिलषितं यत्पदं तच्छिष्टं प्रतिपादितम्।। ८५।।
તેને મોક્ષનું પરંપરા પણ કારણ માને તો તે તેની મૂલમાં ભૂલ છે. ૮૪.
અવ્રત-વ્રતના વિકલ્પનો પરિત્યાગ કરતાં પરમપદની પ્રાતિ શી રીતે થાય? તે કહે છે:
શ્લોક ૮૫
અન્વયાર્થ : (અન્તર્ગન્ધસંપૃવત્ત) અંતરંગ જલ્પયુક્ત (યત ઉદ્વેક્ષાનાનં) જે વિકલ્પજાલ છે તે (નાત્મન:) આત્માના (૩:વસ્ય) દુઃખનું (મૂi) મૂલ-કારણ છે. (તુનાશ) તેનો એટલે વિકલ્પજાલનો નાશ થતાં (રૂ) હિતકારી (પરમં પર્વ શિષ્ટ) પરમ પદની પ્રાપ્તિ થાય છે-એમ પ્રતિપાદન કર્યું છે.
ટીકા : જે ઉàક્ષાજાલ એટલે વિકલ્પજાલ છે, તે કેવી છે? અન્તર્જલ્પથી યુક્ત અર્થાત અંતરંગ વચન-વ્યાપારથી યુક્ત છે, તે આત્માના દુઃખનું મૂલ એટલે કારણ છે. તેનો નાશ થતાં અર્થાત તે ઉ~ક્ષાજાલનો (વિકલ્પજાલનો) નાશ થતાં, જે પદ ઇષ્ટ એટલે અભિલષિત છે (જે પદની અભિલાષા કરવામાં આવી છે, તે શિષ્ટ છે અર્થાત્ તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ભાવાર્થ : અંતરંગ જલ્પ (સૂક્ષ્મ વચન-પ્રવૃત્તિ) યુક્ત જે અનેક પ્રકારના વિકલ્પરૂપ કલ્પનાજાલ છે તે સંસારી આત્માને દુઃખનું મૂલ છે. તેનો નાશ થાય તો જ પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થાય.
આ જીવ પોતાના ચિદાનન્દમય પરમ અતીન્દ્રિય અવિનાશી નિર્વિકલ્પ સ્વરૂપને ભૂલી, જ્યાં સુધી બાહ્ય વિષયોના લક્ષે દુઃખોના મૂલ કારણભૂત અન્તર્જલ્પરૂપ અનેક વિકલ્પોની જાળમાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી તેને સુખમય પરમ વીતરાગ પદની પ્રાપ્તિ થતી નથી. તે પદની પ્રાપ્તિ તો તેને હોય જે અન્તર્જલ્પરૂપ વિકલ્પોની જાલનો સર્વથા ત્યાગ કરી પોતાના ચૈતન્ય ચમત્કારરૂપ વિજ્ઞાનઘન આત્મામાં લીન થઈ જાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com