________________
૧૨૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका-- अव्रतित्वावस्थाभावि विकल्पजालं व्रतमादाय विनाशयेत्। व्रतित्वावस्थाभावि पुनर्विकल्पजालं ज्ञानपरायणो ज्ञानभावनानिष्ठो भूत्वा परमवीतरागतावस्थायां विनाशयेत्। संयोगिजिनावस्थायां परात्मज्ञानसम्पन्नः परं सकलज्ञानेभ्यः उत्कृष्टं तच्चा तदात्मज्ञानं च केवलज्ञानं तेन सम्पन्नो युक्तः स्वयमेव गुर्वाधुपदेशानपेक्ष: पर: सिद्धस्वरूप: परमात्मा भवेत् Tી ૮દ્દો વ્રતોના ધારકે (જ્ઞાનપરીયT:) જ્ઞાનસ્વભાવમાં લીન થઈ બતાવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો અને પછી અરહંત-અવસ્થામાં (પુરાત્મજ્ઞાનસપુન:) કેવળજ્ઞાનથી યુક્ત થઈ (વયમ વ) સ્વયં જ (પર: ભવેત્ ) પરમાત્મા થવું-સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવું.
ટીકા : અવ્રતીપણાની અવસ્થામાં થતાં વિકલ્પોની જાલનો, વ્રત ગ્રહણ કરીને, વિનાશ કરવો, તથા વ્રતીપણાની અવસ્થામાં થતાં વિકલ્પોની જાલનો, જ્ઞાનપરાયણ થઈને, અર્થાત્ જ્ઞાનભાવનામાં લીન થઈને પરમ વીતરાગતાની અવસ્થામાં (તેનો ) વિનાશ કરવો. સંયોગીજિન અવસ્થામાં પરાત્મજ્ઞાનસંપન્ન અર્થાત્ પર એટલે સર્વ જ્ઞાનોમાં ઉત્કૃષ્ટ જે આત્મજ્ઞાન-જે કેવળજ્ઞાન-તેનાથી સંપન્ન એટલે યુક્ત થઈને સ્વયં જ અર્થાત્ ગુરુ આદિના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના (નિરપેક્ષ થઈને) પર એટલે સિદ્ધસ્વરૂપ પરમાત્મા થવું.
ભાવાર્થ : વિકલ્પ-જાલનો નાશ કરી સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેનો નીચે પ્રમાણે આચાર્ય ક્રમ બતાવ્યો છે :૧. અવ્રત અવસ્થામાં હિંસાદિ પાપોના જે વિકલ્પો થાય તેનો અહિંસાદિ વ્રતોનું ગ્રહણ કરી
નાશ કરવો. ૨. વ્રત અવસ્થામાં અહિંસાદિ શુભભાવરૂપ જે વિકલ્પો થાય તેનો જ્ઞાનપરાયણ થઈ અર્થાત્
જ્ઞાનભાવનામાં લીન થઈ વિનાશ કરવો. ૩. જ્ઞાનભાવનામાં લીન થતાં પરમ વીતરાગ તથા કેવળજ્ઞાનયુક્ત જિન દશા
(અરહંતઅવસ્થા) પ્રગટે છે; ૪. અને સ્વયં જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
| વિશેષ વ્રત-અવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પર દ્રવ્યના ગ્રહણ-ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ છે, તે જ મોક્ષમાર્ગ છે..
પહેલાં અશુભપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી ક્રમ પરિપાટી છે."
ધર્મની શરૂઆત ચોથા અવિરત સમ્યકત્વ ગુણસ્થાનથી થાય છે. તે પહેલાં જીવની મિથ્યાત્વ ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૬૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com