________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૨૩ टीका- देहाव्यावृत्त्य शरीरात्पृथक्कृत्वा आत्मानं स्वस्वरूपं आत्मनि स्थितं तथैव भावयेत् शरीराभेदेन दृढतरभेदभावनाप्रकारेण भावयेत्। यथा पुनः स्वप्ने स्वप्नावस्थायां देहे उपलब्धेऽपि तत्र आत्मानं न योजयेत् देहमात्मतया नाध्यवस्येत्।। ८२।।
દેહમાં (માત્માનં) આત્માને તે (૧ યોન) યોજે નહિ, અર્થાત્ શરીરમાં આત્મ-બુદ્ધિ કરે નહિ.
ટીકા : દેહથી આત્માને વ્યાવૃત્ત કરીને (ભિન્ન અનુભવીને)-શરીરથી પૃથક કરીને (અનુભવીને) આત્મા વિષે સ્થિત સ્વરૂપને એવી રીતે ભાવવું (અનુભવવું)–અર્થાત્ શરીરથી ભેદ કરીને (ભિન્ન કરીને) દઢતર ભેદભાવનાના પ્રકારે (એવી રીતે) ભાવવું કે ફરીથી સ્વપ્નમાં-સ્વપ્નાવસ્થામાં-દેહની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થાય તો પણ તેમાં (દેહમાં) આત્માનું જોડાણ થાય નહિ અર્થાત્ દેહને આત્મસ્વરૂપ માનવામાં આવે નહિ.
ભાવાર્થ : શરીરથી આત્માને ભિન્ન જાણી અર્થાત્ આત્માને આત્મારૂપે જ જાણી, શરીરરૂપે નહિ જાણી, તેની એવી દઢ ભાવના કરવી કે સ્વપ્નમાં પણ ફરીથી દેહને આત્મા માનવાનો અધ્યવસાય થાય નહિ.
વિશેષ
સ્વ-પરને ભિન્ન જાણવાનું ચિન્હ તો જ્ઞાન-વૈરાગ્યશક્તિ છે. ભેદ-વિજ્ઞાનની ભાવનાથી એ વૈરાગ્યભાવ એટલે રાગથી વિરુદ્ધ ભાવ-પર પદાર્થોમાં ઉપેક્ષા ભાવ જો શ્રદ્ધા અને જ્ઞાનમાં પણ ન હોય તો તે ભાવના કાર્યકારી નથી.
સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યશક્તિ હોય છે, કારણ કે તે (સમ્યગ્દષ્ટિ જીવ) સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે' એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે (ટકે છે ) અને પરથી રાગના યોગથી-સર્વ પ્રકારે વિરમે છે.”
ભેદ-વિજ્ઞાનની દઢ ભાવનાથી અન્તરાત્મા શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવે છે.
૮૨.
શ્રી સમયસાર -- કલશ ૧૩૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com