________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪]
સમાધિતંત્ર
यथा परमौदासीन्यावस्थायां स्वपरविकल्पस्त्याज्यस्तथा व्रतविकल्पोऽपि । यत :
अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः ।
अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ॥ ८३ ॥
टीका- अपुण्यमधर्म: अव्रतैर्हिंसादिविकल्पैः परिणतस्य भवति । पुण्यं धर्मो व्रतैः हिंसादिविरतिविकल्पैः परिणतस्य भवति। मोक्षः पुनस्तयोः पुण्यापुण्ययोर्व्ययो विनाशो मोक्षः। यथैव हि लोहश्रृङ्खला बंधहेतुस्तथा । सुवर्णश्रृङ्खलाऽपि । अतो यथोभयश्रृङ्खलाभावाद्व्यवहारे मुक्तिस्तथा परमार्थेऽपीति । ततस्तस्मात् मोक्षार्थी अव्रतानीव । इव शब्दो यथाऽर्थः यथाऽव्रतानि त्यजेत्तथा व्रतान्यपि ।। ८३ ।।
જેમ ૫૨મ ઉદાસીન અવસ્થામાં સ્વ-૫૨નો વિકલ્પ ત્યાગવા યોગ્ય છે, તેમ વ્રતનો વિકલ્પ પણ (ત્યાગવા યોગ્ય છે) કારણ કે :
શ્લોક ૮૩
અન્વયાર્થ : (અવ્રતૈ:) હિંસાદિ પાંચ અવ્રતોથી (પુણ્યમ્) અપુણ્ય થાય છે અને ( વ્રતૈ: ) અહિંસાદિ વ્રતોથી (મુખ્યમ્) પુણ્ય થાય છે. (તાયો:) બંનેનો-પુણ્ય અને પાપનો(વ્યય:) નાશ તે ( મોક્ષ: ) મોક્ષ છે; (તત: ) તેથી (મોક્ષાર્થી) મોક્ષના અભિલાષી પુરુષે (અવ્રતાનિ વ) અવ્રતોની માફક (વ્રતાનિ અપિ) વ્રતોનો પણ (ત્યનેત્) ત્યાગ કરવો.
ટીકા : અવ્રતોથી એટલે હિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ) ને અપુણ્ય-અધર્મ થાય છે અને વ્રતોથી અર્થાત્ અહિંસાદિ વિકલ્પોથી પરિણત (જીવ) ને પુણ્ય-ધર્મ થાય છે. મોક્ષ તો, તે બંનેનો એટલે પુણ્ય અને અપુણ્યનો વ્યય એટલે વિનાશ તે મોક્ષ છે. જેમ લોઢાની સાંકળ (બેડી) બંધનું કારણ છે (એટલે તેનાથી બંધ થાય છે), તેમ સુવર્ણની સાંકળ (બેડી) પણ (બંધનું કારણ છે); માટે જેમ બેઉ સાંકળના અભાવે, વ્યવહારમાં મુક્તિ (છૂટકારો) છે, તેમ ૫રમાર્થમાં પણ (પુણ્ય-પાપના અભાવે મોક્ષ છે). તેથી મોક્ષના અર્થીએ અવ્રતોની જેમ [વ શબ્દ યથાના અર્થમાં છે] વ્રતોને પણ છોડવાં.
ભાવાર્થ : મોક્ષમાર્ગમાં હિંસાદિ પાંચ અવ્રતભાવોની જેમ પાંચ અહિંસાદિ વ્રતભાવો પણ બાધક છે, કારણ કે અવ્રતભાવ તે અશુભ ભાવ છે, તે પાપબંધનું કારણ છે અને વ્રતભાવ તે શુભ ભાવ છે, તે પુણ્યબંધનું કારણ છે; બંને બંધના કારણ છે. પુણ્ય અને પાપ એ બંનેનો નાશ થાય ત્યારે જ મુક્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ લોઢા અને સોનાની બેડીની જેમ અવ્રતભાવોનો તેમ જ વ્રતભાવોનો પણ ત્યાગ કરવો જોઈએ.
૧.
જુઓ – શ્રી સમયસાર -- ગાથા ૧૪૫ થી ૧૫૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com