________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૧૨૨] तद्भावनायां च प्रवृत्तोऽसौ किं कुर्यादित्याह
तथैव भावयेदेहाव्यावृत्त्यात्मानमात्मनि । यथा न पुनरात्मानं देहे स्वप्नेऽपि योजयेत् ।। ८२।।
ઉપયોગ લગાવે છે તથા અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તેનો ભાવ ભાસતો” નથી; અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે, એટલે ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?”
વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી; તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે, તો પણ તે શાણો નથી; તેમ આને પણ સમ્યગ્દષ્ટિ કહેતા નથી.”
વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આત્માનું કથન કરે છે, પરંતુ એ આત્મા હું જ છું' એવો ભાવ ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે, પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું.' એવો ભાવ ભાસતો નથી."
માટે “આત્મા શરીરથી ભિન્ન છે' એવું જાણવા છતાં, જો તેનું ભાવ-ભાસન ન થાય અર્થાત અનુભવમાં ન આવે તો તે જાણવું કાર્યકારી નથી. ૮૧. તે ભાવનામાં પ્રવૃત્ત થઈ તેણે (અંતરાત્માએ ) શું કરવું? તે કહે છે :
શ્લોક ૮૨ અવયાર્થ: અંતરાત્માએ (વેદા) દેહથી (માત્માનં) આત્માને (વ્યાવૃત્ય) પાછો વાળી અર્થાત્ ભિન્ન અનુભવીને (માત્મનિ) આત્મા વિષે (તથા વ) એવી રીતે (માવત ) તેની (આત્માની) ભાવના કરવી (ાથી પુન:) કે જેથી ફરીથી (સ્વખેડ) સ્વપ્નમાં પણ (વે)
૧. જુઓ - મોક્ષમાર્ગ પ્રકાશક - ગુ. આવૃત્તિ પૃ. ૨૨૮, ૨૨૯.
शरीराद्भिन्नमात्मानं शृण्वन्नपि वदन्नपि । तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ।।
(જ્ઞાનાર્ણવ) શરીરથી આત્મા ભિન્ન છે' એમ સાંભળવા તથા બોલવા છતાં, જ્યાં સુધી તે (બંનેના) ભેદાભ્યાસમાં નિષ્ઠિત (પરિપક્વ) થતો નથી ત્યાં સુધી તે મુક્તિ પામતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com