________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૧૨૧ ननु स्वभ्यस्तात्मधियः इति व्यर्थम्। शरीराभेदेनात्मनस्तत्स्वरूपविद्भ्यः श्रवणात्स्वयं वाऽन्येषां तत्स्वरूपप्रतिपादनान्मुक्तिर्भविष्यतीत्याशङ्कयाह -
श्रृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवशत् ।
नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ।। ८१।। टीका- अन्यत उपाध्यायादेः कामं अत्यर्थं श्रृण्वन्नपि कलेवरागिन्नमात्मानमाकर्णयन्नपि ततो भिन्नं तं स्वयमन्यान् प्रति वदन्नपि यावत्कलेवराद्भिन्नमात्मानं न भावयेत्। तावन्न मोक्षभाक्मोक्षभाजनं तावन्न भवेत्।। ८१।।
સ્વચ્ચસ્તાત્મધિય:” એ પદ વ્યર્થ છે, કારણ કે “શરીરથી આત્મા ભિન્ન છે' તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છે–એવી આશંકા કરી કહે છે :
શ્લોક ૮૧ અન્વયાર્થ : આત્માનું સ્વરૂપ (કન્યત:) બીજા પાસેથી (ફામ) બહુ જ (વન પિ) સાંભળવા છતાં તથા (છજોવરાત્ ) મુખથી (વન્ પિ) બીજાઓને કહેવા છતાં પણ (વાવ) જ્યાં સુધી (માત્માનં) આત્માને (fમનં) શરીરાદિથી ભિન્ન (ન ભાવયે ) ભાવે નહિ, (તાવ) ત્યાં સુધી (મોક્ષમા ન ) જીવ મોક્ષને પાત્ર થતો નથી.
ટીકા : બીજા પાસેથી એટલે ઉપાધ્યાયાદિ પાસેથી બહુ જ સાંભળવા છતાં અર્થાત્ શરીરથી આત્મા ભિન્ન છે એવું શ્રવણ કરવા છતાં, તેનાથી (શરીરથી) તે (આત્મા) ભિન્ન છે એવું સ્વયં બીજાઓ પ્રતિ કહેવા છતાં, જ્યાં સુધી શરીરથી આત્મા ભિન્ન છે એવી ભાવના ન કરે, ત્યાં સુધી જીવ મોક્ષભાજન-મોક્ષપાત્ર થઈ શકે નહિ.
ભાવાર્થ : “શરીરાદિથી આત્મા ભિન્ન છે” એ વાત ઘણી વાર ગુરુમુખેથી સાંભળે તથા બીજાઓને તેવો ઉપદેશ પણ વારંવાર આપે, છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી દઢપણે ભિન્ન અનુભવે નહિ અર્થાત્ જ્યાં સુધી સ્વસમ્મુખતાપૂર્વક તેનું તેને ભાવ-ભાસન થાય નહિ, ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહિ.
વિશેષ ભેદ-વિજ્ઞાનદ્વારા સ્વસમ્મુખતાપૂર્વક જીવ-અજીવાદિ તત્ત્વોનું ભાવ-ભાસન થવું-સાચી પ્રતીતિ થવી-તે જ નિશ્ચય સમ્યકત્વ છે, તે વિના જીવ મોક્ષને પાત્ર થાય નહિ.
“વળી શાસ્ત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનં સભ્યવર્શનમ્' (મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૨) એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિ તત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, ત્યાં જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com