________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
સમાધિતંત્ર
શ્લોક ૮૦
અન્વયાર્થ : ( પૂર્વ ) પ્રથમ અર્થાત્ યોગાભ્યાસની પ્રાથમિક અવસ્થામાં, (દષ્ટાત્મતત્ત્વચ) જેને આત્મદર્શન થયું છે એવા અંતરાત્માને (નાત્) જગત (ઉન્મત્તવત્) ઉન્મત્ત જેવું-પાગલ જેવું (વિમતિ) જણાય છે, અને (પશ્ચાત્) પછીથી અર્થાત્ યોગની પરિપકવ અવસ્થામાં, ( સ્વચત્તાત્મધિય: ) આત્મસ્વરૂપના અભ્યાસમાં પરિપક્વબુદ્ધિવાળા અંતરાત્માને આ જગત (વ્હાઇપાવાળરુપવત્) કાષ્ઠ-પાષાણ જેવું (નિશ્ચેષ્ટ) ભાસે છે.
ટીકા : પ્રથમ, જેણે આત્મ-તત્ત્વ જાણ્યું છે અર્થાત્ દેહથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે તેવા યોગનો આરંભ કરનાર યોગીને જગત્ ઉન્મત્ત જેવું (પાગલ જેવું) લાગે છે–અર્થાત્ સ્વરૂપ-ચિંતનના વિકલપણાને લીધે શુભ-અશુભ ચેષ્ટાયુક્ત આ જગત્ વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત, ઉન્મત્ત જેવું લાગે છે. પછીથી એટલે જ્યારે યોગની પરિપક્વ અવસ્થા થાય, ત્યારે જેને આત્મબુદ્ધિનો સારો અભ્યાસ થયો છે અર્થાત્ જેણે આત્મસ્વરૂપની સારી પેઠે ભાવના કરી છે, તેવા નિશ્ચલ આત્મસ્વરૂપનો અનુભવ કરનારને, જગત્ સંબંધી ચિંતાના અભાવને લીધે અર્થાત્ પરમ ઉદાસીનપણાના અવલંબનને લીધે તે (જગત્) કાષ્ઠ– પાષાણવત્ પ્રતિભાસે છે.
ભાવાર્થ : જેને સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે તેવા અન્તરાત્માને, આત્માનુભવની પ્રથમ ભૂમિકામાં અર્થાત્ યોગના આરંભકાલમાં આ સચેષ્ટ અને વિકલ્પારૂઢ જગત્ ઉન્મત્ત જેવું-પાગલ જેવું લાગે છે, પરંતુ બાદમાં જ્યારે તે યોગના પરિપક્વ અભ્યાસહારા આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેને આ જગત્ સંબંધી બુદ્ધિપૂર્વક કાંઈ વિકલ્પ ઊઠતો નથી. કારણ કે તેને તે
સમયે નિર્વિકલ્પ દશા વર્તે છે.
વિશેષ
પ્રથમ ભૂમિકામાં અર્થાત્ સવિકલ્પ દશામાં જ્ઞાનીનો ઉપયોગ બાહ્ય પદાર્થો તરફ જાય છે અને તેથી વિવિધ વિકલ્પો થાય છે, પરંતુ જેમ જેમ તે સ્વરૂપ-સ્થિરતાનો અભ્યાસ વધારતો જાય છે, તેમ તેમ ઉપયોગનું ૫૨ તરફનું વલણ છૂટતું જાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થતો જાય છે. અભ્યાસના બળે છેવટે આત્મસ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા એટલી જામે છે કે તેને તે સમયે બાહ્ય જગત્નો બિલકુલ વિચાર પણ આવતો નથી.
“વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું, કેમ કે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે, તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે; હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્ય ત્યારે અન્યને જાણવાનું સહેજે જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ-ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. ...” ૮૦. ૧
,,
૧. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક --
શ્રી ટોડ૨મલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી – ૫ ૩૪૫ (ગુ. આવૃત્તિ ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com