________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૧૯ यस्य च देहात्मनोहेंददर्शनं तस्य प्रारब्धयोगावस्थायां निष्पन्नयोगावस्थायां च कीदृशं जगत्प्रतिभासत इत्याह--
पूर्वं दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत् । स्वभ्यस्तात्मधियः पश्चात् काष्टपाषाणरूपवत् ।।८०।।
टीका- पूर्व प्रथम दृष्टात्मतत्त्वस्य देहाभेदेन प्रतिपन्नात्मस्वरूपस्य प्रारब्ध योगिनः विभात्युन्मत्तवज्जगत् स्वरूपचिंतनविकलत्वाच्छुभेतरचेष्टायुक्तमिदं जगत् नाना-ब्राह्यविकल्पैरूपेतमुन्मत्तमिव प्रतिभासते। पश्चान्निष्पन्नयोगावस्थायां सत्यां स्वभ्यस्तात्मधियः सुष्टुभावितमात्मस्वरूपं येन तस्य निश्चलात्मस्वरूपमनुभवतो जगद्विषयचिन्ताभावात् काष्ठपाषाणवत्प्रतिभाति। तत्र परमौदासीन्यावलम्बात्।।८०।।
એક બીજાથી ભિન્ન ભિન્ન સમજે છે-બંનેનું ભેદવિજ્ઞાન કરે છે, ત્યારે તેની પરિણતિમાં પલટો આવે છે. તે બાહ્ય વિષયોથી હુઠી અંતર્મુખ થાય છે અને પોતાના ઉપયોગને ઇન્દ્રિયોના વિષયોમાં નહિ ભમાવતાં તેને હવે સ્વસમ્મુખ વાળી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવા અભ્યાસ કરે છે. આત્મસાધનનો અભ્યાસ વધારતાં વધારતાં એને આત્મસ્વરૂપમાં એટલી દઢતા-સ્થિરતા પ્રાપ્ત થાય છે કે તે ફરીથી આત્મસ્વરૂપથી શ્રુત થતો નથી, અને આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ થતાં તે મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
ભેદ-વિજ્ઞાન એ મુક્તિનું પ્રથમ પગથિયું છે. તેના વિના મુક્તિ કદી પ્રાપ્ત થાય નહિ. માટે ભેદ-વિજ્ઞાન કરી તેનો અભ્યાસ ત્યાં સુધી જારી રાખવો કે જ્યાં સુધી જ્ઞાનનો ઉપયોગ પર પદાર્થોથી હઠી આત્મસ્વરૂપમાં સ્થિર થાય."
“જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ-વિજ્ઞાનથી સિદ્ધ થાય છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદ-વિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.”
ભેદજ્ઞાન-જ્યોતિને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનારી કહી છે. અવિચળ આત્માનુભૂતિનું મૂળ કારણ ભેદવિજ્ઞાન છે. ૭૯.
જેને દેહ અને આત્માનું ભેદ-દર્શન છે, તેને પ્રાથમિક યોગાવસ્થામાં અને પૂર્ણ (સિદ્ધિ) યોગાવસ્થામાં જગત્ કેવું પ્રતિભાસે છે ? તે કહે છે :
૧.- ૨. શ્રી સમયસાર કલશ ૧૩૦, ૧૩૧.
જુઓ – શ્રી સમયસાર ગાથા. ૨ ની ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com