________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૧૧૫ यस्तु स्वात्मन्येवात्मबुद्धिः स मरणोपनिपाते किं करोतीत्याह --
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः ।
मन्यते निर्भयं त्यक्त्वा वस्त्रं वस्त्रांतरग्रहम् ।। ७७।। टीका- आत्मन्येवात्मस्वरूप एव आत्मधी: अन्तरात्मा शरीरगतिं शरीरविनाशं शरीरपरिणतिं वा बालाद्यवस्थारूपां आत्मनो अन्यां भिन्नां निर्भयं यथा भवत्येवं मन्यते। शरीरोत्पादविनाशौ आत्मनो विनाशोत्पादौ ( उत्पादविनाशौ इति साधु:) न मन्यत इत्यर्थः। वस्त्रं त्यक्त्वा वस्त्रान्तरग्रहणमिव ।। ७७।।
પરંતુ જેને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ છે તે મરણ નજીક આવતાં શું કરે છે? તે કહે છે
શ્લોક ૭૭ અન્વયાર્થ : (ાત્મનિ ધ્વ ગાત્મથી ) આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિવાળો અંતરાત્મા (શરીરનિં) શરીરની ગતિને-શરીરના વિનાશને (નાત્મનઃ ન્ય) આત્માથી ભિન્ન (મીતે) માને છે અને (વન્ને ત્યવત્ત્વા વસ્ત્રાન્તરપ્રણમ્ વ ) મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી (નિર્માં મુખ્યત્વે ) પોતાને નિર્ભય માને છે.
ટીકા : આત્મામાં જ એટલે આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો-અંતરાત્મા, શરીરની ગતિને એટલે શરીરના વિનાશને અથવા બાલાદિ અવસ્થારૂપ શરીરની પરિણતિને નિર્ભયપણે (નિઃશંકપણે) આત્માથી અન્ય-ભિન્ન માને છે, શરીરના ઉત્પાદ-વિનાશને આત્માનો ઉત્પાદ-વિનાશ એ માનતો નથી-એવો અર્થ છે, જેમ વસ્ત્રનો ત્યાગ કરીને અન્ય વસ્ત્રનું ગ્રહણ કરવું તેમ.
ભાવાર્થ : અંતરાત્મા આત્માને શરીરથી ભિન્ન સમજે છે, બંનેને એકરૂપ માનતો નથી, તેથી તે શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માનતો નથી, અર્થાત્ શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ અને શરીરના નાશથી આત્માનો નાશ માનતો નથી. જેમ એક વસ્ત્ર તજી બીજું વસ્ત્ર ગ્રહણ કરતાં શરીરને કાંઈ થતું નથી, તેમ એક દેહ તજી બીજો દેહ ધારણ કરતાં આત્માને કાંઈ થતું નથી-એમ સમજી તે મરણ-સમયે નિર્ભય રહે છે, મરણથી ડરતો નથી.
વિશેષ જ્ઞાની સમજે છે કે જેમ મકાનનો નાશ થતાં તેમાં વ્યાપેલા આકાશ દ્રવ્યનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો કદી નાશ થતો નથી. આવી સમજણને લીધે તેને કોઈ પણ પ્રકારની આકુલતા રહેતી નથી. તે મરણ-પ્રસંગે નિર્ભયતા સેવે છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com