________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૧૧૪]
देहे स्वबुद्धिर्मरणोपनिपाते किं करोतीत्याह -
दृढात्मबुद्धिर्दैहादावुत्पश्यन्नाशमात्मनः । मित्रादिभिर्वियोगं च बिभेति मरणाभृशम् ।।७६ ।।
टीका- देहादौ दृढात्मबुद्धिरविचलात्मदृष्टिर्बहिरात्मा। उत्पश्यन्नवलोकयन्। आत्मनो नाशं मरणं मित्रादिभिर्वियोगं च मम भवति इति बुद्धयमानो मरणाबिभेति भृशमत्यर्थम्।७६।।
દેહમાં આત્મબુદ્ધિ કરનાર (બહિરાત્મા ) મરણ નજીક આવતા શું કરે છે? તે કહે છે :
શ્લોક ૭૬
અન્વયાર્થ : (વેદ દઢાત્મવૃદ્ધિ:) દેહાદિમાં દઢ આત્મબુદ્ધિવાળો બહિરાભા (માત્મ: નાશ) પોતાના એટલે પોતાના શરીરના નાશને (ર) અને (મિત્રાહિમિ: વિયો ) મિત્રાદિથી થતા વિયોગને (ઉત્પશ્યન ) દેખીને (મરણાત્ ) મરણથી (મૃણન્ ) અત્યંત (વિમેતિ) ડરે છે.
ટીકા : દાદિના દઢ આત્મબુદ્ધિવાળો એટલે અવિચલ આત્મદષ્ટિવાળો બહિરાભા, પોતાનો નાશ એટલે મરણ જોઈને-અવલોકીને તથા “મિત્રાદિથી મારો વિયોગ થશે” એમ સમજીને મરણથી અત્યંત ભય પામે છે; એવો અર્થ છે.
ભાવાર્થ : અજ્ઞાની જીવ શરીરને જ દઢપણે આત્મા માને છે, તેથી શરીર છૂટવાના સમયે અર્થાત્ મરણ સમયે પોતાના આત્માનો નાશ અને તેથી કરીને સ્ત્રી-પુત્ર-મિત્રાદિથી વિયોગ-એ બે વાત જાણી મરણથી ઘણો જ ભય પામે છે.
'संसारासक्तचितानां मृत्युीत्यै भवेन्नृणाम्।'
જે પુરુષોનું ચિત્ત સંસારમાં આસક્ત છે, તેમને માટે મૃત્યુ ભયનું કારણ છે. કારણ કે તે માને છે કે “મારા શરીરનો નાશ થતાં, સ્ત્રી-પુત્રાદિથી વિયોગ થશે. હવે મને તેમના સંયોગનું સુખ મલશે નહિ.” આવા વિયોગના દુઃખથી તે મરણથી બહુ બીએ છે. ૭૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com