________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬]
સમાધિતંત્ર एवं च स एव बुध्यते यो व्यवहारेऽनादरपरः यस्तु तत्रादरपरः स न बुध्यत इत्याह
व्यवहारे सुषुप्तो यः स जागांत्मगोचरे।
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ।। ७८ ।। टीका- व्यवहारे विकल्पाभिधानलक्षणेप्रवृत्तिनिवृत्यादिस्वरूपे वा सुषुप्तोऽप्रयत्नपरो यः स जागर्त्यात्मगोचरे आत्मविषये संवेदनोद्यतो भवति। यस्तु व्यवहारेऽस्मिन्नुक्तप्रकारे जागर्ति स सुषुप्तः आत्मगोचरे ।। ७८।।
આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે.
જ્ઞાની મરણ સમયે વધુ દઢતા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે :
“હે આત્મન, તું તો જ્ઞાનરૂપી દિવ્ય શરીરનો ધારી છે, માટે સેંકડો કીડોના સમૂહથી ભરેલા આ જીર્ણ-શીર્ણ શરીરરૂપી પીંજરાના નાશ સમયે તને ભય કરવો ઉચિત નથી.”
“હે આત્મન, આ મૃત્યુરૂપ મહોત્સવ પ્રાપ્ત થવાથી તું કેમ ડરે છે? કારણ કે આ મૃત્યુદ્વારા તો તું જ્ઞાનાદિક સ્વરૂપમાં સ્થિત રહીને અન્ય શરીરરૂપ નવા નગર તરફ ગમન કરે છે.'
“ગર્ભથી લઈ આજ સુધી, દેહ પીંજરામાં તું અનેક પ્રકારનાં દુઃખ ભોગવતો પડ્યો રહ્યો છે. મૃત્યરૂપી બલવાન રાજા સિવાય બીજો કોણ તને આ દેહ-પીંજરામાંથી મુક્ત કરી શકે તેમ છે?'
જે પુરુષ, મૃત્યરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થવા છતાં, પોતાના આત્માનું હિત સાધ્યું નહિ, તે સંસારરૂપી કાદવમાં ફરી ફસાઈ જઈ પોતાનું શું કલ્યાણ કરશે?”
આવા વિચારથી જ્ઞાની મરણથી ભય પામતો નથી, પણ મરણને તે મિત્ર સમાન ગણે છે, તેને એક મહોત્સવ તરીકે લેખે છે, અને તેથી તે નિરાકુલતાપૂર્વક આત્મસ્વરૂપમાં સ્થિર થઈ સમાધિ-મરણ સાધે છે. ૭૭.
આવું જ્ઞાન તેને જ થાય છે કે જે વ્યવહાર વિશે અનાદર રાખે છે, પરંતુ જેને ત્યાં (વ્યવહારમાં) આદર છે તેને આવું જ્ઞાન થતું નથી. તે કહે છે :
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणे कज्जे।।३१।।
(મોક્ષપ્રામૃત, ફેન્દ્રકુન્દાવાર્ય:) “મૃત્યુમોત્સવ'- શ્લોક ૯, ૧૦, ૧૨, ૧૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧.