________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૧૧૧ अनात्मदर्शिनो दृष्टात्मनश्च फलं दर्शयन्नाह --
देहान्तरगते/जं देहेऽस्मिन्नात्मभावना ।
बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ।।७४ ।। टीका- देहान्तरे भवान्तरे गतिर्गमनं तस्य बीजं कारणं किं ? आत्मभावना। क्व ? देहेऽस्मिन् अस्मिन्कर्मवशाद्गृहीते देहे। विदेहनिष्पत्ते: विदेहस्य सर्वथा देहत्यागस्य निष्पत्तेर्मुक्तिप्राप्तेः पुनर्बीजं स्वात्मन्येवात्मभावना।।७४।।
જ ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ આસન છે-એવું જ્ઞાનીજનોએ માન્યું છે. ”
આત્મસ્વરૂપના અનુભવ માટે ગ્રામ-અરણ્યની જેમ અન્ય પર પદાર્થો પણ નિસ્સાર છે; ત્રિકાલી શુદ્ધાત્માનું અવલંબન જ સારભૂત છે. ૭૩. અનાત્મદર્શી અને આત્મદર્શીના ફલને દર્શાવી કહે છે :
શ્લોક ૭૪ અન્વયાર્થ : (ગરિમન દે) આ શરીરમાં (ગાત્મભાવના) આત્માની ભાવના અર્થાત્ શરીરને જ આત્મા માનવો તે (વેદાન્તરીતે.) અન્ય શરીરગ્રહણરૂપ ભવાન્તરપ્રાપ્તિનું (વીન) બીજ એટલે કારણ છે અને (મીત્મનિ વ) આત્મામાં જ (માત્મભાવના) આત્માની ભાવના અર્થાત્ આત્માને જ આત્મા માનવો તે (વિવેદનિષ્પત્તેિ:) શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું (વીન) બીજ છે.
ટીકા : અન્ય દેહમાં એટલે અન્ય ભવમાં ગતિ એટલે ગમન-તેનું બીજ એટલે કારણ. કયું? આત્મભાવના. શામાં? આ દેહમાં એટલે કર્મવશ ગ્રહેલા આ દેહમાં. વિદેહનિષ્પત્તિનુંવિદેહની અર્થાત્ સર્વથા દેહત્યાગની નિષ્પત્તિનું એટલે મુક્તિ પ્રાપ્તિનું બીજ પોતાના આત્મામાં જ આત્મભાવના (કરવી તે ) છે.
ભાવાર્થ : શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી એટલે શરીરને જ આત્મા માનવાથી અન્ય ભવમાં પણ શરીરની જ પ્રાપ્તિ થાય છે અને પોતાના આત્મામાં જ-નિજ સ્વરૂપમાં જ આત્મબુદ્ધિ કરવાથી અર્થાત્ આત્માને જ આત્મા માનવાથી મુક્તિ થાય છે- દેહનો સંબંધ સર્વથા છૂટી જાય છે.
न संस्तरोऽश्मा न तृणं न मेदिनी, विधानतो नो फलको विनिर्मितः। यतो निरस्ताक्षकषायविद्विषः, सुधीभिरात्मैव सुनिर्मलो मतः।। २२।।
(શ્રી અમિતગતિ આચાર્યકૃત “સામાયિક પાઠ') Please inform us of any errors on rajesh@AtmaDharma.com