________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦]
સમાધિતંત્ર तर्हितैः संसर्ग परित्यज्याटव्यां निवासः कर्तव्य इत्याशंकां निराकुर्वन्नाह --
ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम् ।
दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ।। ७३।। टीका- ग्रामोऽरण्यमित्येवं द्वधा निवास: स्थानं अनात्मदर्शिनामलब्धात्मस्वरूपोपलम्भानां दृष्टात्मनामुपलब्धात्मस्वरूपाणां निवासस्तु विविक्तात्मैव रागादिरहितो विशुद्धात्मैव निश्चल: चित्तव्याकुलतारहितः।। ७३।।
તો શું તેમનો (લોકોનો) સંસર્ગ છોડી જંગલમાં નિવાસ કરવો? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છે :
શ્લોક ૭૩ અન્વયાર્થ: (નાત્મનાં ) જેમને આત્માનો અનુભવ થયો નથી તેવા લોકોને (ગ્રામ:ઝરખ્યમ) ગ્રામ કે અરણ્ય (રુતિ ફેધા નિવાસ:) એવાં બે પ્રકારના નિવાસસ્થાન છે; (1) કિન્તુ () જેમને આત્મસ્વરૂપનો અનુભવ થયો છે તેવા જ્ઞાની પુરુષોને, (નિશ્ચન) ચિત્તની વ્યાકુલતા રહિત (વિવિDIન્મ yવ) રાગાદિરહિત શુદ્ધ આત્મા જ (નિવાસ:) નિવાસસ્થાન છે.
ટીકા : ગ્રામ અને અરણ્ય એ બે પ્રકારનાં નિવાસસ્થાન, અનાત્મદર્દીઓ માટે અર્થાત જેમને આત્માનો અનુભવ થયો નથી, જેમને આત્માની ઉપલબ્ધિ થઈ નથી તેવાં લોકો માટે છે, પરંતુ જેમને આત્માનો અનુભવ થયો છે, જેમને આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થઈ છે, તેવા (જ્ઞાની) લોકોને માટે તો નિવાસસ્થાન વિવિક્ત એટલે વિમુક્ત આત્મા જ અર્થાત રાગાદિરહિત શુદ્ધ આત્મા જ છે જે નિશ્ચલ, એટલે ચિત્તની આકુલતારહિત છે.
ભાવાર્થ : જેને આત્માનો અનુભવ નથી, ભેદ-જ્ઞાન નથી તે પુરુષને જ ગામ કે જંગલમાં વસવાનો વિકલ્પ આવે છે.
જે આત્મદર્શી છે જેમને આત્માનો અનુભવ છે-તેમનું નિવાસસ્થાન વાસ્તવમાં પોતાનો શુદ્ધાત્મા જ છે. તે રાગ-દ્વેષાદિ રહિત અને નિશ્ચલ હોવાથી, તેમને ગ્રામનિવાસ માટે કે વનનિવાસ માટે પ્રેમ હોતો નથી અને તેમનું ચિત્ત સંકલ્પ-વિકલ્પોથી આકુલિત હોતું નથી. તેઓ ગ્રામ કે વનને પોતાના આત્મસ્વરૂપથી બહિર્ભત સમજે છે; તેથી કોઈમાં પણ આસક્તિ રાખવી કે તેને પોતાનું નિવાસસ્થાન માનવું એ તેમને ઈષ્ટ નથી. તેઓ તો શુદ્ધાત્મસ્વરૂપને જ પોતાની વિહાર-ભૂમિ બનાવે છે અને તેમાં જ સદા રમ્યા કરે છે.
ચટાઈ, પત્થર, ઘાસ, જમીન, લાકડાનું પાટિયું, વગેરે ધ્યાન માટે નિસ્સાર છે, કારણ કે જેણે રાગ-દ્વેષ અને વિષય-કપાયરૂપી શત્રુઓને દૂર કર્યા છે તેવા પુરુષને તો તેનો આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com