________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[૧૦૯ चित्तेऽचलाधृतिं च लोकसंसर्ग परित्यज्यात्मस्वरूपस्य संवेदनानुभवे सति स्यान्नान्यथेति दर्शयन्नाह -
जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः ।
भवन्ति तस्मान्संसर्गां जनैर्योगी ततस्त्यजेत् ।। ७२ ।। टीका- जनेभ्यो वाक् वचनप्रवृत्तिर्भवति। प्रवृत्तेः स्पन्दो मनसः व्यग्रता मानसे भवति। तस्याऽऽत्मन: स्पन्दाच्चित्तविभ्रमाः नानाविकल्पप्रवृत्तयो भवन्ति। यत एवं, तत्तस्मात् योगी ત્યનેતા વરું? સંસ સરૂન્યમા : સદ? બને:
ચિત્તમાં અચલ ધૃતિ, લોકના સંસર્ગના પરિત્યાગ કરીને આત્મસ્વરૂપના સંવેદનનો અનુભવ થતાં થાય છે. બીજી રીતે નહિ. તે દર્શાવી કહે છે કે
શ્લોક ૭૨ અન્વયાર્થ : (નરેગ્ય:) લોકોના સંસર્ગથી (વાવ) વચનની પ્રવૃત્તિ થાય છે; (તત:) તેનાથી એટલે વચનપ્રવૃત્તિથી (મનસ: સ્પÇ:) મનની વ્યગ્રતા થાય છે-ચિત્ત ચલાયમાન થાય છે, (તસ્માત) તેનાથી એટલે ચિત્તની ચંચળતાથી (ચિત્તવિભ્રમ: મવત્તિ) ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે અર્થાત મન વિક્ષિપ્ત થઈ જાય છે (તત:) તેથી (ગોળો) યોગીએ-યોગમાં સંલગ્ન થવાવાળા અન્તરાત્માએ-(ન. સંસર્ગ ત્યજોતુ) લૌકિક જનોના સંસર્ગનો ત્યાગ કરવો.
ટીકા : લોકો સાથે બોલવાથી વચનની પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિથી મનનું સ્પંદન-મનમાં વ્યગ્રતા-થાય છે, તે આત્માના (ભાવમનના) સ્પંદનથી ચિત્તવિભ્રમો અર્થાત્ વિવિધ પ્રકારના વિકલ્પોની પ્રવૃત્તિ થાય છે; તેટલા માટે યોગીએ તજવો. શું (તજવો)? સંસર્ગ-સંબંધ કોની સાથેનો? લોકો સાથેનો.
ભાવાર્થ : લૌકિક જનો સાથે વાર્તાલાપ કરવાથી મન વ્યગ્ર બને છે,-ચિત્ત ચલાયમાન થાય છે અને વિવિધ પ્રકારના સંકલ્પ-વિકલ્પો ઊઠે છે. તેનાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા રહેતી નથી. માટે આત્મસ્વરૂપના અભ્યાસીએ લૌકિક જનોના સંસર્ગથી દૂર રહેવું યોગ્ય છે.
વિશેષ સાધકને જેમ જેમ ભેદ-વિજ્ઞાનનું બળ વધતું જાય છે તેમ તેમ તેને પર પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ થાય છે અને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતાના પ્રમાણમાં તે આત્મસ્થિરતા પ્રાપ્ત કરે છે. સ્વરૂપ-સ્થિરતાના કાળે લૌકિક જનો સાથેનો સંસર્ગ સ્વયં છૂટી જાય છે. ૭ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com