________________
૧૦૮]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર यश्चैवं विद्यमात्मानमेकाग्रमनसा भावयेत्तस्यैव मुक्तिर्नान्यस्येत्याह --
मुक्तिरेकान्तिकी तस्य चित्ते यस्याचला धृतिः ।
तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ।। ७१।। टीका- एकान्तिकी अवश्यम्भाविनी तस्यान्तरात्मनो मुक्तिः। यस्य चित्ते अविचला धृतिः आत्मस्वरूपधारणं स्वरूपविषया प्रसत्तिर्वा। यस्य तु चित्ते नास्त्यचला धृतिस्तस्य નૈત્તિરી મુત્તિ:
જે એવા પ્રકારના આત્માની એકાગ્ર મનથી ભાવના કરે તેને જ મુક્તિ હોય છે, બીજા કોઈને નહિ તે કહે છે:
શ્લોક ૭૧
અન્વયાર્થ : (ચર્ચા) જેના (ચિત્ત) ચિત્તમાં (વના) આત્મસ્વરૂપની નિશ્ચલ (ધૃતિ:) ધારણા છે (તસ્ય) તેની (પાન્તિવી મુવિ7:) એકાન્ત એટલે નિયમથી મુક્તિ થાય છે. (યચ) જેને (વિના ધૃતિ: ન સ્તિ ) આત્મસ્વરૂપમાં નિશ્ચલ ધારણા નથી (ત) તેની (1ન્તિવી મુવિજ્ઞ: ન) અવશ્યપણે મુક્તિ થતી નથી.
ટીકા : એકાન્તિક એટલે અવશ્ય થવાવાળી મુક્તિ તે અત્તરાત્માને થાય છે કે જેના ચિત્તમાં અવિચલ (નિશ્ચલ) વૃતિ અર્થાત્ આત્મસ્વરૂપની ધારણા હોય કે સ્વરૂપમાં પ્રસત્તિ (લીનતા) હોય; પરંતુ જેના ચિત્તમાં અચલ ધૃતિ (ધારણા) હોતી નથી, તેને અવશ્યભાવી મુક્તિ થતી નથી.
ભાવાર્થ : જેનો ઉપયોગ બીજે નહિ ભમતાં આત્મસ્વરૂપમાં જ સ્થિર થાય છે, તેની નિયમથી મુક્તિ થાય છે, પરંતુ જેનો ઉપયોગ એકથી બીજે ભમે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતો નથી, તેની કદી મુક્તિ થતી નથી.
જ્યાં મોહભાવ સહિત ઉપયોગ પર પદાર્થોમાં અટકે છે ત્યાં સવિકલ્પ દશા વર્તે છે. આ સવિકલ્પ દશામાં ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. નિર્વિકલ્પ દશામાં જ ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. જેનો ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે તેને જ મુક્તિ થાય છે, બીજા કોઈને નહિ. ૭૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com