________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬]
સમાધિતંત્ર કેવા (દેહમાં)? સમાકૃત-એકબીજાના સદશ ઉત્પાદથી સમાન આકારવાળા (દેહમાં)-અર્થાત આત્માની સાથે સમાન અવગાહથી એક ક્ષેત્રવાળા (દહમાં). આવા દેહમાં જે સ્થિતિ ભ્રાન્તિસ્થિતિથી એટલે કાલાન્તર-અવસ્થાયિપણાને લીધે યા એક ક્ષેત્રમાં રહેવાના કારણે-જે ભ્રાન્તિ અર્થાત્ દેહ અને આત્માના અભેદરૂપ અધ્યવસાય-તેના કારણે (દેહને આત્મા માને છે).
ભાવાર્થ : નિરંતર પ્રવેશ કરતા અને બહાર નીકળતા પુદ્ગલ-પરમાણુઓના સમૂહરૂપ દેહમાં સમાન આકૃતિએ-એક ક્ષેત્રે આત્મા સ્થિત હોવાથી, દેહ અને આત્માની એકપણાની બ્રાન્તિને લીધે બહિરાત્મા શરીરને જ આત્મા માને છે.
આ શરીર પુદ્ગલ પરમાણુઓનું બનેલું છે, આ પરમાણુઓ તેના તે કાયમ રહેતા નથી. સમયે સમયે અગણિત પરમાણુઓ શરીરની બહાર નીકળે છે અને નવા નવા પરમાણુઓ શરીરની અંદર દાખલ થાય છે. પરમાણુઓના નીકળી જવાથી તથા બીજાનો પ્રવેશ થવાથી શરીરની બાહ્ય આકૃતિમાં સ્થૂલ દષ્ટિએ કાંઈ ફેર લાગતો નથી. વળી આત્મા અને શરીરને એકત્રાવગાહ સંયોગ સંબંધ છે, તેથી બંનેની સમાન આકૃતિ હોવાથી અજ્ઞાની જીવને ભ્રમ થાય છે કે “આ શરીર જ હું છું.” તેને અત્યંતર રહેલા આત્મતત્ત્વનું જ્ઞાન જ નથી.
શરીર અને આત્માને દૂધ-પાણીની જેમ એકત્રાવગાહ સ્થિતિ છે. શરીર ઇન્દ્રિયગમ્ય છે અને આત્મા અતીન્દ્રિયગમ્ય છે. અજ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન હોવાથી તે શરીરને જ દેખે છે, આત્માને દેખતો નથી; તેથી તે શરીરને જ આત્મા માની એકતાબુદ્ધિ કરે છે અને શરીર સંબંધી રાગદ્વેષ કરે છે.
વિશેષ
“જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિ નોકર્મમાં “આ હું છું અને હું માં (આત્મામાં) “આ કર્મ-નોકર્મ છે'—એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ (અજ્ઞાની) છે.”
શ્લોકમાં કર્મના કારણે જીવ ભ્રમમાં પડે છે એમ કહ્યું નથી, પણ પોતાના અપરાધથી જ તે તેવા ભ્રમમાં પડે છે. ૬૯.
૧.
નોકર્મ-કર્મે “હું', હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે,” -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. (૧૯)
(શ્રી સમયસાર-ગુ. આવૃત્તિ-ગા. ૧૯.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com